SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ ( અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા E (૬) શ્રી મહાવીર સ્વામીનું જિન સ્તવન | (ખીલા ઠોકાણા રે વીરના કાનમાં એ રાગમાં પણ ગવાશે) નારે પ્રભુ નહિ માનું, નહીં માનું છું અવરની આણ, મહારે તાહરૂ વચન પ્રમાણ, અવરને નહિ માનું. એ ટેક૦ હરિહરાદિક દેવ અનેરા, તે દીઠા જગમાંય રે; ભામિની ભ્રમર ભ્રકુટિએ ભૂલ્યા, તે મુજને ન સુહાય. નારે૧ કેઈક રાગી કેઈક દ્વેષી, કેઈક લોભી દેવ રે; કેઈક મદ માયાના ભરીયા, કેમ કરીયે તસ સેવ. નારે૦ ૨ મુદ્રા પણ તેહમાં નવિ દીસે, તુજ માંહેલી તલ માત્ર રે; તે દેખી દિલડું નવી રીઝે, શી કરવી તસ વાત. નાર૦ ૩ તું ગતિ તુંમતિ તેમજ પ્રીતમ, તું જીવ જીવન આધાર રે, રાત-દિવસ સ્વપ્રાંતર માંહી, તું મારે નિરધાર. નારે ૪ અવગુણ સહુ ઉવેખીને પ્રભુ, સેવક કરી નિહાલ રે; જગબંધવ એ વિનતિ મોરી, મારા જન્મમરણ દુઃખટાળ. નારે૦ ૫ ચોવીશમાં પ્રભુ ત્રિભુવન સ્વામી, સિદ્ધારથના નંદ રે; ત્રિશલાજીના ન્હાનડીયા પ્રભુ, તુમ દીઠ અતિહિ આનંદ. નારે૦ ૬ સુમતિવિજય કવિરાયનો રે, રામવિજય કરજોડ રે, ઉપકારી અરિહંતજી મારા, ભવોભવના બંધ છોડ. નારે. ૭ E (૭) શ્રી મહાવીર સ્વામી જિન સ્તવન BE માતા ત્રિશલા નંદકુમાર, જગતનો દીવો રે; મારા પ્રાણ તણો આધાર, વીર ઘણું જીવો રે. આમલકી ક્રીડાથે રમતાં, હાર્યો સુર પ્રભુ પામી રે; સુણજોને સ્વામી આતમરામી, વાત કહું છું શીરનામી રે. વીર ઘણું જીવો રે માતા. ૧ સુધર્મા સુરલોકે રહેતાં, અમો મિથ્યાત્વે ભરાણાં રે; નાગદેવની પૂજા કરતાં, શિર ન ધરી પ્રભુ આણા રે. વીર૦ ૨ ૨૪૬
SR No.032082
Book TitleNarendra Nauka
Original Sutra AuthorN/A
AuthorVidyutprabhashreeji
PublisherSuthari Jain Sangh
Publication Year1996
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy