________________
વળી, આ પ્રકાશનની પ્રીન્ટીંગથી માંડીને છેવટ સુધીની તમામ જવાબદારી સુરત નિવાસી પરમ સાધર્મિકબંધુ શ્રી અશોકભાઈ કે. શાહે ભારે ઉત્સાહપૂર્વક સંભાળી લઈને અમને અમૂલ્ય સહકાર આપે છે તે બદલ અમે તેમના આભારી છીએ.
પ્રાતે આ પુસ્તકમાં પ્રેસદોષ, દષ્ટિ દોષ કે મતિમંદતાથી જે કાંઈ ત્રુટિઓ રહી જવા પામી હોય તેની ક્ષમા યાચી આ પ્રકાશનમાં પ્રગટ કરાએલાં પૂ. મહામહોપાધ્યાયજીના ગુર્જરગિરાબદ્ધ ભગવદ્ભકિતના રસથાળનું અમપાન કરી સૌ ભવ્યાત્માઓ ભગવદ્ભક્તિમાં એકતાન બની પિતાના આત્માના ભગવત્ સ્વરૂપને પ્રગટાવવા સમર્થ બને એવી શુભેચ્છા વ્યક્ત કરી વિરમીએ છીએ.
શેઠ મોતીશા લાલબાગ જૈન ઉપાશ્રય, ] ૨૧૨-L, પાંજરાપોળ લેન, ભૂલેશ્વર, મુંબઈ-૪. વૈશાખ વદી ૧૧, શનિવાર, તા. ૨૩-૫–૧૯૮૭.
પ્રકાશક : જિનશાસન રક્ષા સમિતિ