________________
પ૪
સમર્થ વાદીઓને ય ધ્રુજાવી દેનાર, ભયગ્રસ્ત નજરે પ્રભુ સમક્ષ રેતે હેય અને પ્રભુ મળ્યાથી નિભર્યતાને અનુભવ હોય, તે કેકવાર અધ્યાત્માનુભૂતિની મસ્તીથી મસ્ત બનીને પરમાનંદ લૂંટતે હેય. આ દશ્ય જ કેવું અદ્ભુત હોય ? આ બધા જ ભાવે ગૂર્જર ભાષામાં રજૂ કરી જે સ્તવનેની રચના કરી છે, તે રચનાઓ ભક્ત હૃદયને સાધનાકાળમાં ઉદ્ભવતા વિવિધ ભાવે રજૂ કરવામાં સબળ સધિયારે પૂરે પાડે છે.
વીસ્ત્રી, વીસી, સ્તવન, સઝાય, આધ્યાત્મિક પદો, ભાસ, હરિયાળી, સંવાદ, શતક, ગીતા, અષ્ટપદી, રાસ, ફાગ, ચોપાઈ વગેરે ગુજરાતી રચનાઓ દ્વારા, પ્રભુ-રતવનાથી પ્રારંભીને જૈન દર્શનના પ્રત્યેક પદાર્થોનું નિરૂપણ કરીને સંસ્કૃત-પ્રાકૃતના અનભિજ્ઞ તત્વજિજ્ઞાસુ વર્ગ ઉપર મહાન ઉપકાર કર્યો છે. આ રચનાઓમાં પ્રીતિ, ભક્તિ, વચન, અસંગ અનુષ્કાના ભાવે સુંદર રીતે નિરૂપાયા છે.
ભગવાનના ગુણ, પિતાના અવગુણે, આત્મનિંદા, ભગવદ્સમર્પણ, આત્માનુભૂતિ, આધ્યાત્મભાવની ખૂમારી, ભગવાનનું સ્વરૂપ, અંતિમ ભ કલ્યાણકાદિનાં સ્થળે, માતા, પિતા, લંછન, શાસન યક્ષ-યક્ષિણી વગેરેની માહિતી, આધ્યાત્મિક ભાવે, જ્ઞાનનય, કિયાનય, નિશ્ચયનય, વ્યવહાર, ઉત્સર્ગ, અપવાદ, સૈદ્ધાંતિક ચર્ચા, અઢાર પાપસ્થાનકનું
સ્વરૂપ, એના વિપાકે સમ્યગ્દર્શનના ૬૭ બેલનું સ્વરૂપ, આઠ દષ્ટિનું સ્વરૂપ, ૧૫૦ કલ્યાણકે, અગ્યાર ગણધરે, પ્રતિક્રમણની વિધિને સૂત્રકમ વગેરેનાં કારણે સ્થાનકવાસી, દિગંબર વગેરે