________________
પરમતિ પંચવિશિકા, પરમાત્મપંચવિંશિકા, અદ્રસ્તુતિચતુર્વિશિકા વગેરે ગ્રંથની રચના દ્વારા તેઓશ્રીએ સાહિત્યના વિષયમાં પણ અગ્રિમતાને પ્રાપ્ત કરી છે.
ગુરુતત્ત્વવિનિશ્ચય, યતિલક્ષણસમુચ્ચ ગ્રંથ દ્વારા તેમજ ધમપરીક્ષા, ઉપદેશરહસ્ય, દ્વાત્રિદ્ધાત્રિશિકા વગેરે ગ્રંથે દ્વારા ગુરુતત્ત્વ અને ધર્મતત્વની શુદ્ધિ ઉપર સુંદર પ્રકાશ પાથર્યો છે.
પૂ. આ. શ્રી હરિભદ્રસૂરિમહારાજના પંચવસ્તુ, ઉપદેશ , પદ, ગદષ્ટિસમુચ્ચય જેવા વિશાળ ગ્રંથને સંક્ષેપરૂપે અનુક્રમે માર્ગ પરિશુદ્ધિ, ઉપદેશરહસ્ય યુગવિષયક બત્રીસીએ જેવા ગ્રંથે બનાવીને સ્વલ્પ કદમાં ઘણું કહી દેવાની શક્તિને પરિચય કરાવ્યો છે. તે જ રીતે યતિલક્ષણસમુચ્ચય, યોગવિશિકાટીકા, સ્યાદ્વાદરહસ્ય, સ્વાદુવાદકલ્પલત્તાટીકા, કૃપદષ્ટાંત વિશદીકરણ, સામાચારીપ્રકરણ વગેરે ગ્રંથે જોતાં સંક્ષેપનો વિસ્તાર કરવાની અદ્દભુત શક્તિને પણ પરિચય મળે છે.
આ સિવાય પણ ન રહસ્ય, ઉપદેશરહસ્ય વગેરે ગ્રંથની જેમ રહસ્યપદક્તિ ૧૦૮ ગ્રંથ અને ન્યાયના ૧૦૦ ગ્રંથની તેઓ શ્રીમદ રચના કર્યાનાં પ્રમાણે જોવા મળે છે.
દ્વાદસારનયચકનું સંશોધન કરી તેઓ શ્રીમદે સંશોધન ક્ષેત્રે પણ પિતાનું આગવું ગદાન કર્યું છે. તે જ રીતે અન્યરચિત ધર્મ સંગ્રહ જેવા ગ્રંથને શોધી આપીને તેને ઉપર વિશેષ ટીપ્પણી કરવા દ્વારા સુંદર સંપાદનનું કાર્ય પણ તેઓશ્રીમદે કર્યું છે. - આ રીતે આગમિક, પ્રાકરણિક, દાર્શનિ, સાહિત્યિક,