________________
ક-સ્વાધ્યાય વિભાગ આગમ-નામની સઝાય [૪૧૩ ૪૫ આગમનાં નામની સક્ઝાય.
ચેપાઈ
અંગ ઈગ્યાર ને બાર ઉપાંગ, છ છેદ દસ પન્ના રંગ, નંદી અનુગવાર, મૂલ ચ્યાર પણયાલ વિચાર. ૧ આચારંગ પહિલે મન ધરે, શ્રી સુગડાંગ બીજું આદરે, સમરું ત્રીજું શ્રી ઠાણુંગ, ચોથું સુંદર સમવાયંગ. ૨ પંચમ ભગવઈ કહે જગદીસ, પ્રશ્ન ઉત્તમ જિહાં સહસ છત્રીસ, જ્ઞાતાધર્મકથા અભિધાન, છઠું અંગ છે અર્થનિધાન. ૩ સાતમું અંગ ઉપાસક દશા, આઠમું સમરે અંતગડ દશા, આણુત્તરવવાઈ શુભ નામ, નવમું અંગ સયલ-સુખ-ધામ. ૪ દશમું પ્રશ્નવ્યાકરણ હું નમું, વિપાકસૂત્ર તે ઈગ્યારમું, એહની જે સંપ્રતિ વાચના, તે પ્રણામ કીજે ઈકમના. ૫ ઉવાઉ રાયપણું સાર, જીવાભિગમ પન્નવણ ઉતાર, જંબૂદીવ-પન્નતી ચંગ, ચંદ-સુર પન્નતી અભંગ. ૬ નિરયાલી ને પુફીઆ, કMવહિંસગ ગુણ ગુંથીઆ, પુષ્કવરિંસગ વહ્નિ દશા, ધ્યાઉં બાર એ મન ઉત્સા. ૭ બૃહત કલ્પ વ્યવહાર નિશીથ, પંચકલ્પ ને મહાનિશીથ, વલી વ્યવહાર તે મન આણીએ, છેદ ગ્રંથ એ ષટ જાણીએ. ૮
૧-તકલ્પ,