________________
૩-તવગર્ભિત સ્તવન વિભાગ: સવાસે ગાથાનું સ્તવન [૨૨૩ તે કારણ લજાદિકથી પણ, શીલ ધરે જે પ્રાણીજી; ધન્ય તેહ કૃતપુણ્ય કૃતારથ, મહાનિસી વાણજી એ વ્યવહારનયે મન ધારે, નિશ્ચયનયમત રાખ્યુંજી; પ્રથમ અંગમાં વિતિનિચ્છાએ, ભાવચરણ નવિ ભાખ્યું છે. ૮૩
દ્રવ્ય-ભાવસ્તવ
ઢાલ આઠમી
ચોપાઈની દેશી અવર એક ભાણે “આચાર, દયા માત્ર શુદ્ધજ વ્યવહાર જે બોલે તેહજ ઉત્થાપે, “શુદ્ધ કરૂં હું મુખ ઈમ જપે. ૮૪ જિનપૂજાદિક શુભવ્યાપાર, તે માને આરંભ અપાર; નવિ જાણે ઉતરતાં નઈ, મુનિને જીવદયા કિહાં ગઈ? ૮૫ જે ઉતરતાં મુનિને નદી, વિધિmગે નવિ હિંસા વદી, તે વિધિનેગે જિન-પૂજન, શિવ કારણ મત ભૂલે જના. ૮૬ વિષયારંભતણે જિહાં ત્યાગ, તેહથી લહિએ ભવજલ-તાગ; જિનપૂજામાં શુભભાવથી, વિષયારંભ તણે ભય નથી. ૮૦ સામાયિક પ્રમુખે શુભભાવ, યદ્યપિ લહિએ ભવજલ નાવ, તે પણ જિનપૂજાએ* સાર, જિનને વિનય કહ્યો ઉપચાર. ૮૮
१ धन्ने णं से पुरिसे कयत्थे महाणुभावे जे णं लोगलम्जएवि सीलं पालेह ।।
–શ્રી મહાનિશીથ સૂત્ર 1 x મમ. * પૂજામાં.
૧૫