________________
પ્રકાશકના બે બેલ
[પ્રથમ આવૃત્તિમાંથી] લગભગ અઢીસો વર્ષ પૂર્વે, પિતાની જીવનપ્રભાથી શ્રી જૈનશાસનનાં અનુપમ તને પ્રકાશ દિગન્ત વ્યાપી બનાવનાર અને અનેક આત્માઓને અજ્ઞાનના અન્ધકારમાંથી પ્રકારામાં લાવી અનુપમ રીતિએ સ્વ૫ર શ્રેય સાધનાર મહાપુરુષ શ્રી યશોવિજયજી વાચકશેખરની ગૂર્જરગિરામાં ગૂંથાએલી ગૂઢ ભાવવાળી કૃતિઓને આ સંગ્રહ પ્રસિદ્ધિમાં મૂકાય છે.
ગૂર્જર બિરામાં ગૂંથાએલી આ પદ્યમય કૃતિઓમાં શ્રી જૈનશાસને ઉપદેશેલાં અનેક સત્યનો સંક્ષેપમાં સમાવેશ કરવામાં આવે છે. આ કૃતિઓને અભ્યાસ યંગ્ય અભ્યાસકને શ્રી જૈનશાસનનાં સારભૂત તને પરિચય કરાવનારો નીવડે તેમ છે. ઉપરાન્ત ગ્રન્થકાર મહાપુરુષના જ્ઞાનની પ્રૌઢતા અને પરોપકારશીલતાને પણ સુંદર પરિચય આ કૃતિઓથી મળી શકે છે.
- પૂજ્યપાદ વાચકશેખર શ્રી યશોવિજયજી ગણિવર્ય ની ભાષાકૃતિઓ જુદે જુદે સ્થળે છપાએલી છે : પરંતુ તેને એક જ સંગ્રહમાં સમાવેશ થાય છે તેથી વધુ લાભ થાય ? એ ઈરાદાથી આ સંગ્રહ પ્રસિદ્ધ કરવા પ્રયત્ન થયે છે : આ સંગ્રહમાં શ્રી ઉપાધ્યાયજીની ચાલીસ કૃતિઓ તે એવી આપવામાં આવી છે કે-જે આજ પૂવે કઈ પણ સ્થળે મુદ્રિત થઈ નથી. આ અમુદ્રિત ૪૦ કૃતિઓની એક જુદી નેણ પણ આપવામાં આવી છે.
-
1