________________
વંદન, પૂજ, સામાયિક, પ્રતિક્રમણ આદિ ધર્મક્રિયાઓમાં જોયાં છે. ( આ પ્રમાણે ગુરૂણીજ મહારાજ સાહેબ ચારિત્રધર્મનું સુંદર પાલન કરી રહ્યાં છે. અને બીજાને પણ ધર્મઆરાધનમાં જેડી રહ્યાં છે. તેઓશ્રી ગુણવિકાસમાં ખૂબ આગળ વધે અને આત્માનું કલ્યાણ સાધે. એજ મહેચ્છા.
માસ્તર રામચંદ ડી. શાહ, ખંભાત ધર્મપરાયણ સુશ્રાવિકા સમરત બહેન ઝવેરેના -
જીવનની ટૂંક માહિતી. . પૂર્વના અનેક મહાપુરુષોના જીવન પ્રસંગે જેમાં સંકળાયેલા છે. વર્તમાન કાળે પણ જ્યાં લગભગ ૬૫ ગગનચુંબી જિનાલયો, અનેક ઉપાશ્રયે, જ્ઞાનભંડારે અને સંસ્કારસંપન્ન સુખી, ગર્ભશ્રીમંતેના નિવાસે આવેલા છે. એવા ઈતિહાસ પ્રસિદ્ધ નગરની મધ્યમાં–સાગટાપાડામાં વીસાઓસવાળ જ્ઞાતીય સદાચારી, યમપ્રેમી અને સુખી શેઠશ્રી મગનલાલ ઝવેરચંદના કુટુંબને ખાસ હતું. તેમને ભકિપરિણામી, દેવગુરૂભક્તિમાં રક્ત અને સુશીલ એવા હરકેર શેઠાણ પત્ની હતાં. સમરત બેનને તેમને ત્યાં વિ. સં. ૧૯૨૦ના શ્રાવણ વદિ તેરસના દિવસે જન્મ થયે.
બાલ્યવયથી જ તેમના જીવનમાં – દેવદર્શન, જિનપૂજા ગુરૂવંદન, તપશ્ચકખાણ, વડિલો પ્રત્યે સદ્ભાવ વિગેરે અનેક ગુણે જોવામાં આવતા હતા. તેમને બીજા પણ મે ચાર