SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન શાસનના ચમકતા હીરાઓ ૫૪ | શ્રી ખંધક મુનિ જીતશત્રુ રાજા અને ધારણીદેવીના પુત્ર ધર્મઘોષ મુનિની દેશનાથી પ્રતિબોધ પામ્યા. ખંધક મુનિ છઠ્ઠ અને અઠ્ઠમનું તપ કરતા, કઠણ પરીષહ સહન કરતા હતા. તપ કરતાં કરતાં કાયા ઘણી સુકાઈ ગઈ. હાકડાં ગણી શકાય એવું શરીર થઈ ગયું. સંસાર અસ્થિર છે તેમ સમજી આકરાં તપ કરતા ગયા. વિહાર કરતાં એક દિવસ તેમની સંસારી બહેન જે રાજાને પરણાવેલી હતી તે રાજાના શહેરમાં આવ્યા. બહેને રાજ્યભવનમાંથી ભાઈને ઓળખ્યા. ભાઈનો પ્રેમ યાદ આવ્યો અને આંખમાંથી આંસુ વહેવા લાગ્યાં. રાજાજીએ આ જોયું અને મનમાં વિચાર કરવા લાગ્યા કે, આ કોઈ રાણીનો જૂનો યાર છે. આ કાંટો શહેરમાં રહેવો ન જોઈએ. રાજાએ પોતાના સેવકો બોલાવી એ સાધુની ચામડી ઉતારી લાવવા આજ્ઞા આપી. રાણીને આ આજ્ઞાની ખબર ન પડી સેવકો બાનાવસ્થામાં ઊભા રહેલા ખંધક મુનિ પાસે આવ્યા અને બોલ્યા : અમારા રાયની એવી આશા છે કે તમારી જીવતાં ચામડી ઉતારી તેમને સોંપવી. બંધક મુનિ જેઓ સમતાના દરિયા જેવા હતા તેઓ ધ્યાનથી ચલિત ન થયા અને મનથી આનંદ પામી ચિંતવવા લાગ્યા કે કર્મ ખપાવવાનો ખરેખર અવસર આવ્યો છે. આવા વખતે કાયર થવું ન પરવડે. અને સેવકને કહ્યું કે, આ ચામડી રુક્ષ થઈ ગઈ છે, તમને ઉતારવી મુશ્કેલ પડશે, એટલે તમો કહો એવી રીતે શરીર રાખું જેથી તમોને ચામડી ઉતારતાં તકલીફ ન પડે. એમ કહી કાયાને (મનથી ત્યજી દીધી) વોસિરાવી દીધી અને ચાર શરણાનું ધ્યાન ધરતાં સ્થિર રહ્યા. ચડચડ ચામડી ઊતરવા લાગી. મુનિએ વેદનાને હર્ષથી વધાવી. શુકલ ધ્યાને ચડી ગયા. શપક શ્રેણીએ ચડતાં ચડતાં કેવળજ્ઞાન પામ્યા. અજર અમર પદ પામી ગયા. ત્યાં લોહીથી ખરડાયેલાં વસ્ત્રો પડ્યાં હતાં તેમાંથી મુહપત્તિી એક પંખીએ ચાંચમાં લઈ ઊડી ગયું પણ એ લોહીથી ખરડાયેલી મુહપત્તી રાણીના ઝરૂખામાં પડી. આ મુહપતી તો મારા ભાઈની જ છે એમ ઓળખી, ભાઈની હત્યા કરવામાં આવી છે એમ સમજી, રાણી ભાઈના વિરહ રોવા લાગી. સાચી વાતની ખબર પડતાં રાજા
SR No.032071
Book TitleJain Shasanna Chamakta Hira
Original Sutra AuthorN/A
AuthorVarjivandas Vadilal Shah
PublisherVarjivandas Vadilal Shah
Publication Year1993
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy