________________
જૈન શાસનના ચમકતા હીરાઓ [ ૪૮
બાળક વૃદ્ધને પૂછતો હતો, હે બાપુજી, ભગવાન ઉપર પેલા ગોશાળાએ તેજોલેક્ષા મૂકી. એ તેજોલેશ્યાથી શું થાય ?
વૃદ્ધ કહે છે કે, "જો આ તેજલેશ્યા બીજા કોઈ ઉપર મૂકી હોય તો તરત બળીને મૃત્યુ પામે - પણ આ તો તીર્થંકર એટલે મૃત્યુ ન થયું પરંતુ...” આટલું કહેતાં તે વૃદ્ધની છાતી ભરાઈ ગઈ. વધુ ન બોલી શક્યા. એટલે બાળકે કહ્યું, કેમ બાપુજી" અટકી ગયા? પછી શું થયું.?"
* “બેટા. ભગવાનને લોહીના ઝાડા થયા કરે છે. આમ કહેતાં તો એ વૃદ્ધ એક ધૂસકું ખાઈને મોટા અવાજે રડી પડ્યો.
બાજુમાં જ ઊભેલા સિંહ અણગાર દોડી આવ્યા. આ વાર્તા સાંભળી તેમના હૈયે કારમી વેદના ઊઠી આવી અને આંસું નીતરતી આંખે પૂછે છે : ભાઈ, પછી શું થયું ? ભગવાનનું નિર્મળ ચંદ્રમા જેવું મોટું તેજોલેસ્થાના તાપથી શ્યામ થઈ ગયું. આખા શરીરે ભગવાને વેદના છે. આ તાપથી પ્રભુ છ માસથી વધુ નહીં જીવી શકે. વૃદ્ધ વધુ બોલી શક્તો નથી
સિંહ અણગારની વેદના વધતી ગઈ. કેવી રીતે પ્રભુ આ સહન કરતા હશે? વધુ ને વધુ શોકના સાગરમાં તેઓ ડૂબતા ગયા. એક ખૂણામાં બેસી કરુણ સ્વરે રુદન કરવા માંડ્યું. ધુસકે ધ્રુસકે રોયા. . *
આ વખતે બધા જ રડતા હતા - ગૌતમ સ્વામીથી માંડી પ્રત્યેક સાધુની આંખો આંસુથી છલકાઈ. ચંદનબાળા અને બીજાં સ્ત્રી-પુરુષો - દેવ અને દાનવો પણ શોકની છાયામાં ઘેરાયાં હતાં. પણ સિંહ અણગાર તો એવું રડ્યા કે છાના જ ન રહે. ભગવાન મહાવીર શ્રીવસ્તિથી વિહાર કરી મિંઢિક ગામ પધાર્યા ત્યાં કેવળજ્ઞાનના પ્રકાશમાં તેમને સિંહ અણગારના અપાર આકંદમાં તરફડતા જીવને જોઈ લીધો. તરત ભગવાને ગૌતમ
સ્વામીને બોલાવી સિંહ અણગારને અહીં બોલાવી લાવવા આજ્ઞા કરી અને થોડા વખતમાં જ બે અણગારોએ સિંહ અણગારને ભગવાનનાં ચરણોમાં ઉપસ્થિત ક્ય.
ભગવાનની પીડાતો દેહ નજરે પડતાં જ તેમની વેદના વધી પડી. તેઓ નીચે બેસી ગયા. કંઠ રૂંધાઈ ગયો. આંખો સૂઝી ગઈ હતી.
સિંહ !!! મધુર વાણીથી ભગવાને અણગારને નજીક બોલાવ્યા.
શા માટે સંતાપ કરે છે? પ્રભુ આપને આટલી બધી પીડ. ધ્રુસકે રડતાં રડતાં બોલ્યા. પ્રભુ બોલ્યા, સિંહ, તેં લોકોને મોઢે સાંભળ્યું ને કે મારું છ મહિને મૃત્યુ થશે?
હા પ્રભુ