________________
જૈન શાસનના ચમકતા હીરાઓ [ ૪૪
થોડી વારે ગોવાળ પાછો આવ્યો ત્યારે પોતાના બળદોને જોયા નહીં એટલે તેણે પ્રભુને પૂછ્યું કે, "અરે દેવાર્ય ! મારા બળદો ક્યાં ગયા ? તું કેમ બોલતો નથી ? તું કેમ મારાં વચન સાંભળતો નથી ? આ તારા કાનનાં છિદ્ર શું ફોગટનાં જ છે ?" આ પ્રમાણે કહેવા છતાં પણ પ્રભુ કંઈ બોલ્યા નહીં ત્યારે તેણે અતિ ક્ષેધ કરી, પ્રભુના બન્ને કાનમાં બાવળની શૂળો (કાશડાની સળીઓ) નાખી. બન્ને બાજુથી આ નાખેલ શળીઓ પરસ્પર એવી રીતે મળી ગઈ કે, જાણે તે અખંડ એક જ શળી હોય એમ દેખાવા લાગી. પછી આ બે ખીલાઓ કોઈ કાઢી શકે નહીં - એવું ધારીને તે દુષ્ટ ગોવાળ તેનો બહાર દેખાતો ભાગ કાપીને ચાલ્યો ગયો. પ્રભુ આ વખતે કાનમાં શલ્ય દ્વારા થતી પીડાથી જરા પણ કંપિત થયા નહીં અને શુભધાનમાં લીન રહ્યા અને પ્રભુ ત્યાંથી વિહાર કરી, અપાપાનગરીએ પધાર્યા અને સિદ્ધાર્થ વણિકને ઘેર ગયા. ત્યાં ખરક નામના વૈધે કાનનું આ શલ્ય પારખ્યું અને પ્રભુના કાનમાંથી બે સાણસી વડે બન્ને કાનમાંથી ખીલા એકસાથે ખેંચ્યા એટલે રુધિર સહિત બન્ને ખીલા, જાણે પ્રત્યક્ષ અવશેષ વેદનીય કર્મ નીકળી જતું હોય તેમ નીકળી પડ્યા. એ ખીલા ખેંચતી વખતે પ્રભુને એવી ભયંકર વેદના થઈ કે તે વખતે તેઓથી ભયંકર ચીસ પડી ગઈ. પછી ખરલ વૈદ્ય અને સિદ્ધાર્થ વણિકે અંરોહિણી ઔષધિથી પ્રભુના કાનને તત્કાળ રૂઝવી પોતાના ઘરે ગયા. આમ ત્રિપૃષ્ટ વાસુદેવના ભવમાં કાનમાં ગરમ સીસું રેડેલ તે કર્મ પ્રભુના ભવમાં ભગવાનને આ રીતે કાનમાં ખીલા ઠોકાયા એ રીતે ભોગવવું પડ્યું.
જૂનું થયું રે દેવળ જૂનું રે થયું
જૂનું થયું રે દેવળ જૂનું રે થયું, મારો હંસલો નાનો ને દેવળ જૂનું રે થયું. ટિક) આ રે કાયા રે હંસા, ડોલવાને લાગી રે; પડી ગયા દાંત, માંયલી રેખું તો રહ્યું. મારો૦ તારે ને મારે હંસા પ્રીસું બંધાણી રે; ઉડી ગયો હંસ, પિંજર પડી રે રહ્યું. મારો બાઈ મીરાં કહે પ્રભુ ગિરધરના ગુણ; પ્રેમનો પ્યાલો તમને પાઉં ને પીવું. મારે