________________
જૈન શાસનના ચમકતા હીરાઓ ૩૭
જોઈને એક ગૃહસ્થને મુનિ, માટે માન થયું કે, અહો ખુદ કૃષ્ણ વાસુદેવ જેમને નમસ્કાર કરે છે તે મુનિ કેવા મહાન ચારિત્રશીલ હશે. તેમ વિચારી તેઓ ઢંઢણ મુનિને પોતાના આવાસે લઈ જઈ બહુમાનપૂર્વક મોદક વહોરાવ્યા. મુનિ રાજી થતા થતા સ્વસ્થાનકે આવી પ્રભુને પૂછ્યું કે, આજે મને ગોચરી મળી છે. શું મારું અંતરાય કર્મ ક્ષીણ થઈ ગયું? શ્રી સર્વજ્ઞ પ્રભુએ જવાબ આપ્યો કે, ના, હજુ અંતરાય કર્મ બાકી છે. આજે ગોચરી મળી તે તો કૃષ્ણ વાસુદેવની લબ્ધિને લીધે મળી છે. શ્રી કૃષ્ણ તને નમસ્કાર કરતા હતા તે જોઈને શેઠે તને આ આહાર પ્રતિલાભિત ર્યો છે. આ સાંભળી શ્રી ઢઢણમુનિ કે જેઓ રાગ આદિથી રહિત થયેલા છે તેમને - આ પર - લબ્ધિનો આહાર છે, એ મને ન જ ખપે. આથી ભોજન વાપર્યા વિના યોગ્ય ભૂમિ એ જઈ મોદક આદિ આહાર પરઠવા ગયા તે વખતે અહો જીવોને પૂર્વોપાર્જિત કર્મનો ક્ષય થવો બહુ મુશ્કેલ છે. આવાં કર્મ કરતાં મારા આત્માએ કેમ વિચાર ન કર્યો આત્માએ એમ વિચારતા અને ધ્યાનમાં મગ્ન થઈ જતા તે ઢંઢણ મુનિને કેવળ જ્ઞાન થયું.
:::::
આ દુનિયાની રંગભૂમિ આ દુનિયાની રંગભૂમિ પર, કોઈ બને મોર તો કોઈ બને તેલ, આવ્યા છે સહુએ કરવાને ખેલ. આવ્યા છે....૧ કોઈ થાય રાજા તો કોઈ થાય ભિખારી, કોઈ ખાય ખાજા તો કોઈનું પેટ ખાલી, કોઈને મહેલ તો કોઈને જેલ. આવ્યા છે....૨ કોઈ થાય સાધુ તો કોઈ રંગરાગી, માયા ને મોહમાં કોઈ રંગરાગી કે ભોગી કોઈને જડે ના, જીવન મરણનો સાચો ઉકેલ....આવ્યા છે....૩ કોઈ જાય આજે તો કોઈ જશે કાલે, કોઈને તિલક તો કોઈને કલંક ભાલે, કોઈનો અંત સુખમાં તો કોઈનો અંત દુખમાં, પૂરો થઈ જશે આ ખેલ.. આવ્યા છે.....૪