________________
જૈન શાસનના ચમકતા હીરાઓ [ ૩૫
કચ્છ દેશમાં જઈ વિજ્ય શેઠ ને વિજ્યા શેઠાણી વસે છે તેઓ ભાવિમાં દીક્ષા ગ્રહણ કરવાના છે તેમને ભોજન કરાવો તો ચોરાસી હજાર સાધુને પારણું કરાવ્યાનું ફળ તમને મળી શકે. એથી જીનદાસે કેવળીને પૂછ્યું : અહો, એવા તે તેમનામાં ક્યા ગુણ છે? કેવળીએ કહ્યું, અનંત ગુણોથી ભરેલા તેઓ છે. એક બીજાને શુક્લ પક્ષ અને અંધારા પક્ષમાં ચોથું વ્રત પાળવાનો નિયમ લીધેલો હોવાથી શુદ્ધ રીતે તેઓ શિયળ વ્રતનું પાલન કરે છે. કેવળીની મુખે આ વાત સાંભળી જીનદાસ શ્રાવક કચ્છ દેશમાં આવી, આ શ્રાવક-શ્રાવિકાને શોધી તેમને વંદન કરી, તેમના કેવળી મુખે સાંભળેલી વાત જાહેર કરી અને માતાપિતાએ આ વ્રતની વાત જાણી એટલે વિજ્ય શેઠે અને વિજયા શેઠાણીએ દીક્ષા લીધી. તેમને પારણું કરાવી જીનદાસ શેઠ ધન્ય બન્યા અને કેવળીએ કહેલ ચોરાશી હજાર સાધુને પારણાં કરાવતાં જે ફળ મળે તે ફળ આ દંપતીને વહોરાવાથી પામ્યા.
વિજ્ય શેઠ અને વિજયા શેઠાણીએ કેવળી પાસે જઈ ચારિત્ર અંગીકાર કર્યું અને અષ્ટ કર્મ ખપાવી કેવળજ્ઞાન પામ્યા.
..
*
..
.*
- '
| સાવરણી ખજૂરીની ટોચે ઝુલી રહી હતી ત્યારે જ એના મનમાં એક જીવનવ્રત જાગી ઊઠયું : "જીવું ત્યાં સુધી નૂતની સ્વચ્છતા માટે જ જીવું."
ને સાવરણી બનીને સૌનાં ઘરમાં એ પહોંચી ગઈ.
ગૃહિણીની મદદથી ઘરનો ખૂણેખૂણો વાળી-ઝૂડીને સાફ કર્યો...ને સફાઈ કામદરની મદદથી શેરીઓને સ્વચ્છ બનાવી.
પોતાનાં અંગેઅંગ ઘસાઈ ગયાં ને તૂટી-છૂટી ગયાં ત્યાં સુધી એણે આ રીતનું સ્વચ્છતા માટેનું આ સમર્પણ - વ્રત જીવતું જ રાખ્યું.
| સાવરણીની જેમ સ્વચ્છતા જાળવીએ.