________________
જૈન શાસનના ચમકતા હીરાઓ D ર૫
| રોહિણીયો ચોર
રાજગૃહી નગરીની પાસેના વૈભારગિરિની ગુફામાં એક ભયંકર લોહખુર નામે ચોર રહેતો હતો. તે પિશાચની જેમ લોકો ઉપર ઉપદ્રવ કરતો, નગરના ધનભંડારો અને મહેલો લૂંટનો અને પરસ્ત્રી લંપટ હોવાથી ઘણી સ્ત્રીઓને ભોગવતો. તેને રોહિણી નામની સ્ત્રીથી રોહિણેય નામે પુત્ર થયો. તે પુત્ર પણ તેના પિતા જેવો જ ભયંકર હતો. લોહખુર પોતાનો પ્રત્ય-સમય નજીક જાણી રોહિણેયને પાસે બોલાવી કહ્યું, તું મારો આ એક ઉપદેશ સાંભળી લે અને તે પ્રમાણે જરૂર વર્તજે. આથી રોહિણેયે કહ્યું મારે જરૂર તમારા વચન પ્રમાણે વર્તવું જ જોઈએ. પુત્રનું આવું વચન સાંભળી લોહ ખુર હર્ષ પામી કહેવા લાગ્યો કે, જે આ દેવતાના રચેલા સમવસરણમાં બેસીને મહાવીર નામના યોગી દેશના આપે છે તેના ભાષણને તું કોઈ વાર સાંભળીશ નહીં.” આવો ઉપદેશ આપીને લોહખુર મૃત્યુ પામ્યો.
કેટલીય વખત રોહિણીયો આ સમવસરણ પાસેથી પસાર થયો કારણ કે તેની ગુફાથી રાજગૃહી જવાનો બીજો કોઈ રસ્તો ન હતો, પણ ત્યાંથી પસાર થતી વખતે બન્ને કાનમાં આંગળી નાખી પસાર થઈ જતો, કારણ કે જો મહાવીરની વાણી સંભળાઈ જાય તો પિતાની આજ્ઞાનો ભંગ થાય. પણ એક વખત સમવસરણની બાજુમાંથી પસાર થતાં તેના પગમાં એક કાંટો વાગ્યો. કાંટો કાઢ્યા વગર આગળ જઈ શકાય એવું ન હતું એટલે ન છૂટકે કાનમાંથી આંગળીઓ કાઢી કાંટો પગમાંથી બહાર ખેંચી કાઢ્યો, પણ આ વખતે દરમ્યાન ભગવાનની નીચે પ્રમાણેની વાણી તેનાથી સંભળાઈ ગઈ : “જેનાં ચરણ પૃથ્વીને અડતાં નથી, નેત્ર નિમેષ રહિત હોય છે, પુષ્પમાળા સુકાતી નથી અને શરીર રજ તથા પ્રસ્વેદથી રહિત હોય છે તે દેવતા કહેવાય છે.” આટલું સાંભળતાં તે વિચારવા લાગ્યો, મારાથી ઘણું બધું સંભળાઈ ગયું. ધિક્કાર છે મને. મારા પિતાની મરણ વખતે આપેલી આજ્ઞા હું ન પાળી શક્યો. ઉતાવળે પાછા કાન પર હાથ રાખી રોહિણેય ત્યાંથી પસાર થઈ ગયો.
દિવસે દિવસે તેની રંજાડ વધતી ગઈ, આથી ગામના નાગરીકો શ્રેણિક રાજાને આ ચોરના ત્રાસથી બચાવવા ખાસ વિનંતી કરી શ્રેણિક રાજાએ કોટવાળને બોલાવી ચોરને પકડવા ખાસ હુકમ કર્યો, પણ કોટવાળ ઘણી મહેનત કરવા છતાં રોહિણેયને