________________
જૈન શાસનના ચમકતા હીરાઓ [ ૩૧૭
એક જૂની વાત યાદ કરીને પૂછ્યું "માતા ! મારા પિતાએ મને ગોળના મોદક મોકલ્યા અને હલ્લ વિહલ્લને ખાંડના મોકલ્યા તેનું શું કારણ?” ત્યારે ચેલ્લણાએ જવાબ આપ્યો કે, “હે મૂઢ! તું તારા પિતાનો દ્રષી છું એવું જાણી મને અનિષ્ટ થયો હતો તેથી ગોળના મોદક તો મેં મોકલ્યા હતા. આ પ્રમાણે ખુલાસો થવાથી કૃણિક બોલ્યો કે, "ઓહો મને ધિક્કાર છે. અવિચારી કાર્ય મેં કર્યું છે પણ હવે થાપણ રાખેલી પાછી સોંપે તેમ હું મારા પિતાને રાજ્ય પાછું આપી દઉ છું એમ કહી, અર્ધ કરેલ ભોજન બાજુમાં મૂકી, ધાત્રીને પુત્ર સોંપી પિતાને મુક્ત કરવા એક લોહદંડ બેડીઓ તોડવા માટે લઈ ઘેડ્યો.
પણ તે શ્રેણિક પાસે પહોંચે તે પહેલાં શ્રેણિકે આ મને લોહદંડથી મારી મારો ઘાત જ કરશે એમ માની પોતાની જિવા ઉપર તાળપુટ વિષ મૂકી પ્રાણ છોડી દીધા.
ત્યાર બાદ ચક્વર્તી થવા માટે કેટલીક ખૂનખાર લડાઈ લડ્યા બાદ કોઈની વાત ન સાંભળતાં પોતાને તેરમો ચકવર્તી ગણાવતાં કૃતપાળ દેવે તેને બાળીને ભસ્મ કરી નાખ્યો અને કૂણિક મૃત્યુ પામી છઠ્ઠી નરકે ગયો.
ક
વીરનાં વચન છે
:
; ; ; ''
વીરનાં વચન છે, ત્રિપદી લોચન છે. અણમૂલાં રતન, એવાં વીરનાં વચન છે. ધર્માનું ધન છે, વિવેકનું વન છે. પાપનું પતન એવાં, વીરનાં વચન છે. દોષનું દમન છે, રોષનું વમન છે, ભવ દુઃખ ભંજન એવાં, વીરનાં વચન છે. જાણે તેનો ધર્મ છે, ધારે તેનો ધર્મ છે, પાળે તેને ધન્ય ધન્ય, વીરનાં વચન છે. સમજી લેવું શાનમાં, રાખ ઝવેરી ધ્યાનમાં, ઉત્તમના ઉપદેશમાં, વીરનાં વચન છે.
નમોથી તેની સધાય છે. અરિહંત પ્રમોદ અને કાર્યનું પ્રતીક છે. તાણ, માધ્યસ્થ સાધી આપે છે.