________________
જૈન શાસનના ચમકતા હીરાઓ | ર૯૦
શ્રી નાગકેતુના હાથમાં કેટલી તાકાત હોય ? પણ તાકાત એમના હાથની ન હતી, તે તાકાત તેમના પ્રબળ પુણ્યોદયની હતી. એમણે જે તપ કર્યું હતું એ તપે એમને એવી શક્તિના સ્વામી બનાવી દીધા હતા. એમની આ શક્તિને પેલો બંતર સહન કરી શક્યો નહીં. એટલે વ્યંતરે તરત જ પોતાની વિફર્વેલી શિલાને પોતે જ સંહારી લીધી અને તે આવીને શ્રી નાગકેતુના પગમાં પડ્યો. શ્રી નાગકેતુના કહેવાથી તે અંતરે રાજાને પણ નિરૂપદ્રવ કર્યો.
ત્યાર બાદ કોઈ એક દિવસે શ્રી નાગકેતુ ભગવાનની પૂજા કરી રહ્યા હતા અને પુષ્પથી ભરેલ પૂજાની થાળી પોતાના હાથમાં હતી. તેમાંના એક કૂલમાં રહેલો સર્પ તેમને કરડ્યો. સર્પ કરડવા છતાં પણ નાગકેતુ જરાયે વ્યગ્ર મનવાળા ન થયા. પણ સર્પ કરડ્યો છે એ જાણીને ધ્યાનારૂઢ બન્યા. ધ્યાનારૂઢ પણ એવા બન્યા કે ત્યાં ને ત્યાં એમણે શપક શ્રેણી માંડી અને પોતે કેવળજ્ઞાન પામ્યા. એ વખતે શાસનદેવીએ આવીને તેમને મુનિવેષ અર્પણ કર્યો અને એ વેશ ધારણ કરીને કેવળજ્ઞાની એવા નાગકેતુ મુનિશ્વર વિહરવા લાગ્યા.
કાળે કરી આયુષ્ય પૂર્ણ થતાં તેઓ મોક્ષે ગયા.
પગરખું
Rese
કો કે પ્રવાસીના પગની રક્ષા કરવાની એના હૈયામાં ઝંખના જાગી. ને..કોક પશુના મૃતદેહ પરથી ઉતરડાયું. હથોડા વડે ટીપાયું. ફરસી વડે કપાયું, ખીલી કે સોય વડે વીંધાયું...ને પછી પ્રવાસીનું પગરખું બની કાંટા, કાચ કે ગંદકી જાતે સહી ઝણ આપ્યું.
આમ કરતાં કરતાં કાટી ગયું તો ફરી સંધાયું. ને પછી સાંધવાનું શક્ય ન બન્યું તો કોકનાં જૂતાંની એડી પણ બન્યું...પરંતુ ચરણરક્ષાની સમર્પણ સાધના ન બેડી તે ન જ છેડી ! કહેવું જ પડશે, આ-ચરણ તો બસ એનું જ.
પગરખાંની જેમ સમર્પણના સાધુ બનીએ.