________________
દ્રિૌપદીજી પૂર્વભવમાં દ્રૌપદીએ મુનિને કડવા ઝેરી નંબડનું શાક વહોરાવ્યું. ૨. ફેંકી દેવામાં જીવહિંસા જોઈને મુનિએ ખાઈ લીધું. મુનિ સ્વર્ગે ગયા. ૩. મુનિ હત્યાથી નરકાદિનું ભવભ્રમણ થયું. પછી અંગાર જેવું શરીર થવાથી
બે પતિઓએ છોડી દીધી. ૪. દીક્ષા લીધી. ભયંકર તડકામાં આરાધના કરી. પાંચ યારોથી સેવાતી વેશ્યાને
જોઈને પાંચ પતિ માગ્યા. દ્રૌપદીએ વરમાળા અર્જુનના ગળામાં નાખી. પણ તે પાંચની પત્ની બની.
નારદજીએ વરદાનની સ્પષ્ટતા કરી ૬. જળ માનીને ધોતી ઊંચી કરતા દુર્યોધનનો પાંડવો દ્વારા ઉપહાસ થયો. ૭. જુગારમાં પાંડવો રાજ્ય અને દ્રૌપદીને સુધ્ધાં હારી ગયા. દુર્યોધન જીતી
ગયા.
૮. સભામાં દ્રૌપદીનું વસ્ત્રાહરણ થયું. ૯. કીચકનો વધ થયો. ૧૦. યુદ્ધભૂમિમાં ઘાયલ ભીષ્મને દેવો દ્વારા દીક્ષા-સમયની સૂચના મળી. ૧૧. અવિરતિ અવસ્થામાં નારદજીનું દ્રૌપદીએ બહુમાન ન કર્યું. ૧૨. આથી નારદજીએ અમરકંકામાં દ્રૌપદીનું અપહરણ કરાવ્યું. ૧૩. નૌકા ન મોકલવાથી કૃષ્ણજીનો પાંડવો પર તીવ્ર રોષ થયો. દેશનિકાલનો
હુકમ કર્યો. ૧૪. કુંતી, દ્રૌપદી સહિત પાંડવોએ દીક્ષા લીધી. ૧૫. ઉગ્ર તપ દ્વારા દ્રૌપદી સ્વર્ગમાં ગઈ અને બાકીનાં સિદ્ધાચલજી પર મુક્તિ પામ્યાં.
- ધન્ય સતી દ્રૌપદી