________________
જૈન શાસનના ચમકતા હીરાઓ ૧૨
અપરાધ કર્યા છે, તે બધા ખમાવી લઈએ, એમ શુકલ ધાને ચડી ગયા. સસરાએ મુક્તિની પાઘડી મને પહેરાવી. એમ વિચારતાં વિચારતાં કર્મ ખપી ગયાં. માથું અગ્નિ જવાળાએ ફાટી ગયું પણ મરણ થતાં પહેલાં ગજકુસુમાલ કેવળજ્ઞાન પામી મોક્ષે ગયા.
ઉદ્યમથી લક્ષ્મી મળે, મળે દ્રવ્યથી માન; દુર્લભ પારસ જગતમાં, મળવો મિત્ર સુજાન.
મેરુ તો ડગે પણ મેરુ તો ડગે પણ જેનાં મન નવ ડગે ને ભાંગી છે પડે બ્રહ્માંડજી વિપત્તિ પડે તો યે, વણસે નાહીં ને, સોઈ હરિજનનાં પરમાણજી... મેરૂ ૦ ચિત્તની તો વૃત્તિ જેની સદાય જ નિર્મળ ને કોઈની કરે નહિ આશજી દાન દેવે પણ, હેવે અજાચીને, રાખે વચનમાં વિશ્વાસ રે.. મેરૂ ૦ હરખ ને શોકની જેને નવ આવે હેડી, ને આઠે પહોર રેવે આનંદજી નિત્ય ઝીલે રે સત્સંગમાં ને રે તોડે મોહમાયા કેરા ફંદ રે.... મેરૂ ૦ તન-મન-ધન જેણે ગુરૂજીને અખ, તે નામ-નિજારી નર ને નારજી, એકાંતે બેસીને આરાધ માંડે, તો અલખ પધારે એને દ્વારજી રે.... મેરૂ ૦ સંગત કરો, તો તમે એવાની કરજો, જે ભજનમાં રહેવે ભરપૂર રે, ગંગાસતી એમ બોલિયા, જેને નેણે તે વરસે ઝાઝા નૂર રેમેરૂ ૦
.
કિ