________________
જૈન શાસનના ચમકતા હીરાઓ ૨૮૨
-
-
-
[ દ્રોપદી
(
૫.
ચંપાપુરી નગરીમાં સોમદેવ નામનો બ્રાહ્મણ હતો. તેને નાગશ્રી નામની સ્ત્રી હતી. તે સુંદર રસોઈ કરી કુટુંબને જમાડતી હતી. એકદા તેણે તુંબડીનું શાક બનાવ્યું પણ તે ચાખતાં તેને માલૂમ પડ્યું કે આ તો કડવું છે. તેથી તે શાક બાજુ ઉપર મૂકી દીધું, કારણ કે મસાલો તેલ વગેરે તેમાં વપરાયું હોવાથી નાખી દેતાં તેનો જીવ ન ચાલ્યો. કુટુંબને જમાડવા બીજાં શાક બનાવી નાખ્યા. . એટલામાં એક સાધુ "ધર્મલાભ" કહી પધાર્યા. નગરીમાં હાલમાં જ શ્રી ધર્મઘોષ મુનિ પધાર્યા હતા. તેમના શિષ્ય શ્રી ધર્મરુચિ મહારાજ ગોચરી માટે નીકળેલા ને અહીં આવ્યા હતા. નાગશ્રી યતિની દ્રષિલી હતી, તેણે બાજુમાં રાખી મૂકેલ કડવી તુંબડીનું શાક આ મહારાજને વહોરાવી દીધું. તે લઈને શ્રી ધર્મચિ મહારાજ તેમના ગુરુ શ્રી ધર્મઘોષ પાસે આવ્યા, ત્યાં તેણે આણેલો તુંબડીનો આહાર જોઈને ગુરુએ કહ્યું, આ તુંબડીનું ફળ અતિ કડવું છે, તેથી આ શાક પ્રાણહારક છે; માટે એને કોઈ નિરવદ્ય ભૂમિ ઉપર પરઠવી આવો. ત્યજી દો.) ગુરુનો આવો આદેશ સાંભળીને શિષ્ય ઉદ્યાનમાં ગયો. ત્યાં શાકનું એક બિંદુ ભૂમિ ઉપર પડી ગયું, તેથી એકઠી થયેલી ઘણી બધી કીડીઓ મરી ગઈ ! તે જોઈ શિષ્યને ઘણી કરુણા ઊપજી અને વિચાર્યું કે, આ શાક ભૂમિ ઉપર પરઠવીશ તો બહુ જીવની હાનિ થશે માટે હું જ એનું ભક્ષણ કરું એમ વિચારી પોતે બધું કડવું શાક ખાઈ લીધું અને પંચપરમેષ્ઠીના ધ્યાનમાં લીન થઈ ગયા. આ ઉત્તમ ધ્યાનને લીધે તે મૃત્યુ પામી સર્વાર્થ સિદ્ધ વિમાને દેવ થયા.
અનુક્રમે નાગશ્રી કે જેણે કડવી તુંબડીનું શાક વહોરાવ્યું હતું તે મરીને છઠ્ઠી નરકે ગઈ, ત્યાંથી મત્સ્ય થઈ સાતમી નરકે ગઈ, વળી નરકે ગઈ એમ સાત વાર નરકગમન અને મત્સ્યના ભવ થયા. અંતે નાગશ્રીનો જીવ ચંપાનગરીમાં સાગરદત્ત શ્રેષ્ઠીની સુભદ્રા નામે પત્નીની કુક્ષીએ પુત્રી તરીકે જન્મી, તેનું માતપિતાએ સુકુમારિકા નામ પાડ્યું.
સુકુમારિકા યૌવન વયે પહોંચતાં માતપિતા તે જ નગરના જિનદત્ત શ્રેષ્ઠીના સાગર નામના પુત્ર વેરે તેણીને પરણાવી અને ઘરજમાઈ તરીકે પોતાને ત્યાં રાખ્યો.