SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન શાસનના ચમકતા હીરાઓ – ૨૮૦ નથી, કેમ કે સ્વર્ગ તથા મોક્ષને આપનાર એવા આ મનુષ્ય દેહને જે માણસો ભોગસુખમાં ગુમાવે છે, તેઓ મૂળ ધન ખાનારની જેમ પરિણામે અતિપ્રાય દુ:ખને પ્રાપ્ત થાય છે. માટે હે પ્રિયા ! જલદીથી નાશ પામનારા એવા આ મનુષ્ય જન્મને પામીને હું એવી રીતે કરીશ કે જેથી કોઈ પણ વખત પશ્ચાત્તાપ કરવો ન પડે.” પછી સાતમી કનવતી બોલી કે, “હે નાથ ! હાથમાં રહેલા રસને ઢોળી નાખીને પાત્રના કાંઠા ચાટવા' એ કહેવતને તમે સત્ય કરી બતાવો છો” જંબૂએ કહ્યું કે, "હું ગૌર અંગવાળી પ્રિયા ! ભોગો હાથમાં આવ્યા છતાં પણ નાશ પામી જાય છે, તેથી તેમાં મનુષ્યોનું સ્વાધીનપણું છે જ નહીં, છતાં તેને હાથમાં આવેલા માને છે તેઓને ભૂતની જેમ ભ્રમ થયેલ છે એમ સમજવું. વિવેકી પુરુષો પોતે જ ભોગના સંયોગોનો ત્યાગ કરે છે અને જે અવિવેકી પુરુષો તેનો ત્યાગ કરતા નથી તેઓનો તો ભોગ જ ત્યાગ કરે છે.” પછી છેલ્લી યશ્રી (આઠમી) બોલી કે, "હે સ્વામી ! તમે સત્ય કહો છો, પરંતુ તમે પરોપકાર રૂપ ઉત્તમ ધર્મને અંગીકાર કરનારા છો; માટે ભોગને ઇછ્યા વિના પણ અમારા ઉપર ઉપકાર કરવા માટે અમને સેવો. વૃક્ષો મનુષ્યોના તાપને દૂર કરવા રૂપ ઉપકારને માટે પોતે તાપને સહન કરે છે. વળી, ક્ષાર સમુદ્રનું પાણી પણ મેઘના સંયોગથી અમૃત સમાન થાય છે, તેવી રીતે તમારા સંયોગથી પ્રાપ્ત થયેલા ભોગ પણ અમને સુખને માટે થશે.” કુમારે કહ્યું કે, “હે પ્રિયા ! ‘ભોગથી ક્ષણ માત્ર દુ:ખ સુખ થાય છે, પણ ચિરકાળ સુધી દુ:ખ થાય છે એવા પરમાત્માના વચનથી મારું મન તેનાથી નિવૃત્તિ પામ્યું છે, અને તેમાં તમારું પણ કાંઈ કલ્યાણ હોય એમ મને ભાસતું નથી. માટે કમળના જેવાં નેત્રોવાળી પ્રિયા ! તેવા પ્રાંતે અહિતકારી ભોગમાં આગ્રહ કરવો તે કલ્યાણના માટે નથી. કુમનુષ્યોમાં, કુદેવોમાં, તિર્યંચોમાં અને નરકમાં ભોગી જનો જે દુ:ખ પામે છે તે સર્વજ્ઞ જ જાણે છે.” આ પ્રમાણે કુમારના જવાબો સાંભળી તે આઠે સ્ત્રીઓ વૈરાગ્ય પામી, એટલે હાથ જોડીને બોલી કે, "હે પ્રાણનાથ ! તમે જે માર્ગનો આશ્રય કરો તે જ માર્ગ અમારે પણ સેવ્ય છે.” આ બધું જોઈને પ્રભવ ચોર પણ વિચારવા લાગ્યો કે, “ધન્ય છે આ મહાત્માને કે જેને લક્ષ્મી સ્વાધીન છે તે તેનો ત્યાગ કરે છે અને નિર્લજ્જ જેવો હું તે જ લક્ષ્મીની વાંછના કરવા આવાં ચોરી જેવાં મહા પાપ કરું છું. માટે હું અત્યંત નિંદ્ય છું. મને αγ
SR No.032071
Book TitleJain Shasanna Chamakta Hira
Original Sutra AuthorN/A
AuthorVarjivandas Vadilal Shah
PublisherVarjivandas Vadilal Shah
Publication Year1993
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy