________________
જૈન શાસનના ચમકતા હીરાઓ | ર૬૮
ધર્મનાં મહાન કાર્યો કુમારપાળ કરતો હતો. તેના તાબાના અઢારે દેશમાં તેણે અહિંસા ફેલાવી તેણે હજારો જિન મંદિરો બાંધ્યાં. અનેક જ્ઞાનભંડારો બનાવ્યા અને લાખો દુઃખી સાધર્મિક જૈનોને સુખી કરી દીધા.
પણ આવાં સત્કાર્યોને લીધે રાજ્યની તિજોરીનું તળિયું દેખાવા લાગ્યું હતું. કમારપાળે આ અંગે સૂરીજીને વિનંતી પણ કરેલ કે, જો સુવર્ણસિદ્ધિ પ્રાપ્ત થાય તો અનેક સાધર્મિકો - દીન - દુખિયાં વગેરેનો ઉદ્ધાર કરી શકાય. તે ખ્યાલ રાખી આચાર્યશ્રી વિચારતા હતા કે, કુમારપાળ પાસે જો સુવર્ણ સિદ્ધિ હોય તો તે પરોપકારનાં કાર્યો સારી રીતે કર્યા જ કરે. હેમચંદ્રાચાર્ય પાસે ઘણી યોગશક્તિઓ હતી. તેઓ આકાશમાં ઊડી શક્તા હતા અને દેવ-દેવીઓના ઉપદ્રવો શાન્ત કરી શક્યા હતા પણ તેમની પાસે સુવર્ણ સિદ્ધિ વિદ્યા ન હતી. તેઓને એક વાર પોતાના પૂજ્ય પાદ ગુરુદેવશ્રી દેવચંદ્રસૂરીજીએ લોઢાના ટુકાને કોઈ વેલીના રસમાં નાખી સુવર્ણ બનાવેલ, તે વાત તેમના મનમાં આજે ઘોળાતી હતી. જો ગુરુદેવ કૃપા કરી આ સુવર્ણ સિદ્ધિ વિઘા કુમારપાળને આપે તો કુમારપાળ હજુ ઘણાં સત્કાર્ય કરી શકે.
આચાર્યશ્રીએ વાલ્મટને ગુરુદેવ શ્રી દેવચંદ્રસૂરી પાસે મોકલ્યા અને કહેવરાવ્યું કે, કોક ઉપકારી કામ માટે આપ પાટણ પધારો. હેમચંદ્રાચાર્ય પણ આપનાં દર્શન - વંદનને ઇચ્છી રહ્યા છે. ગુરુદેવે પરમાર્થના કામ માટે પાટણ આવવા હા પાડી અને પ્રખર વિહાર કરી પાટણ આવ્યા.
સકળ પાટણની જનતા તેમનું સામૈયું કરવા ગામના દરવાજે ભેગી થઈ હતી. પણ ગુરુદેવ તો બીજા દરવાજેથી વહેલા ઉપાશ્રયમાં આવી ગયા. તેઓને જાહેરમાં દેખાવાનું અને માન-સન્માન ગમતાં ન હતાં.
હેમચંદ્રાચાર્યે કુમારપાળ પાસે માણસ દોડાવ્યો અને કહેવડાવ્યું કે, ગુરૂદેવ ઉપાશ્રયમાં આવી ગયા છે. બધા ઉપાશ્રયમાં વ્યાખ્યાન માટે આવી જાઓ.
વ્યાખ્યાન પત્યા પછી ગુરુદેવે હેમચંદ્રાચાર્યને પૂછ્યું, સંઘનું શું કાર્ય છે? કહો.
વ્યાખ્યાન ઊઠ્યા પછી એક પડદા પાછળ ગુરુ દેવચંદ્રસૂરી, હેમચંદ્રાચાર્ય અને કુમારપાળ બેઠા અને હેમચંદ્રાચાર્યે ગુરુદેવને કહ્યું, આ પરમહંત રાજા કુમારપાળે પોતાના દેશમાંથી હિંસાને દેશવટો આપ્યો છે. હજારો દેરાસરો બંધાવીને અપૂર્વ પુણ્યોપાર્જન કર્યું છે. હવે જો એને સુવર્ણ સિદ્ધિ મળે તો દુનિયામાં કોઈ મનુષ્યને દુઃખી ના રહેવા દે. ગુરુદેવ આપની પાસે એ સુવર્ણ સિદ્ધિ છે. હું નાનો હતો, સોમચંદ્ર