________________
જૈન શાસનના ચમકતા હીરાઓ | ર૪૭
શુભ દિવસે બીજા એક મુનિ સાથે સોમચંદ્રમુનિએ કાશ્મીર તરફ પ્રયાણ કર્યું.
વિહાર કરતાં તેઓ ખંભાત નગરની બહાર આવ્યા. ત્યાં એક નેમનાથ ભગવાનનું સુંદર જિનાયલ હતું ત્યાં ભગવાનની નયનરમ્ય મૂર્તિ જોઈ સોમચંદ્રજી ધ્યાનમાં બેસી ગયા અને શાંત વાતાવરણ હોવાથી રાત્રે ત્યાં જ મંદિરમાં સરસ્વતી દેવીની આરાધના શરૂ કરવા માંડી ભગવાનની સામે પશાસન લગાવીને બેસી ગયા અને દેવી સરસ્વતીના ધ્યાનમાં લીન થઈ ગયા. એમ રાત્રિના છ કલાક વીતી ગયા. મુનિરાજ સ્થિર મનથી જાપ-ધ્યાન કરી રહ્યા હતા. અને દેવી સરસ્વતી સાક્ષાત પ્રગટ થયાં. દેવીએ મુનિ પર સ્નેહ વરસાવ્યો, કૃપાનો ધોધ વરસાવ્યો. દેવીએ કહ્યું, 'વત્સ, હવે તારે મને પ્રસન્ન કરવા કાશ્મીર જવાની જરૂર નથી. તારી ભક્તિ અને ધ્યાનથી હું દેવી સરસ્વતી તારા પર પ્રસન્ન થઈ છું. મારા પ્રસાદથી તું સિદ્ધ સારસ્વત થઈશ. આટલું કહીને દેવી તત્કાલે અશ્ય થઈ ગઈ અને સોમચંદ્રમુનિની પ્રજ્ઞા તત્કાલ વિકસિત થઈ. તેમના મુખમાંથી સરસ્વતીની સ્તુતિઓનો પ્રવાહ વહેવા લાગ્યો. સાથે સાથે ભગવાન નેમનાથની સ્તવના કરી.
સવાર થતાં તેઓ ધર્મશાળામાં આવ્યા અને સહવર્તી મુનિને કહ્યું. જે કામ કાશ્મીર જઈ કરવાનું હતું તે સરસ્વતી કૃપાથી અહીં જ થઈ ગયું છે. ચાલો આપણે પાછા ગુરુજી પાસે જઈએ.
બને મુનિરાજો ગુરુજી પાસે પહોંચી ગયા અને રાત્રિનો સર્વ વૃત્તાંત ગુરુદેવને કહી સંભળાવ્યો. ગુરુદેવે સોમચંદ્રમુનિના મુખ પર પરિવર્તન જોયું, અપૂર્વ તેજ તેમને દેખાયું. તેઓ ખૂબ પ્રસન્ન થયા અને નિખાલસ હૃદયે સોમચંદ્રમુનિની પ્રશંસા કરી. ગુરુ પણ ગુણવાન શિષ્યની પ્રશંસા કરતા હોય છે.
ગુરુદેવે કહ્યું, 'વત્સ! એક જ દિવસની ઉપાસનાથી તું આવી સિદ્ધિ મેળવી શક્યો, એ તારું મહાન સૌભાગ્ય ઉદયમાં આવ્યું છે. હવે તું કોઈ પણ વિષય પર લખી શકીશ, બોલી શકીશ, બીજાઓને સમજાવી શકીશ. તું રાજા-મહારાજાઓને પણ પ્રતિબોધ આપીને મોક્ષમાર્ગના આરાધક બનાવી શકીશ. સોમચંદ્રમુનિએ નમ્રતાથી કહ્યું, ગુરુદેવ, આપની કૃપાથી જ આ સિદ્ધિ મળી છે.”
ત્યારથી સોમચંદ્રમુનિએ ધર્મગ્રંથોનું સર્જન કરવા માંડ્યું અને દિવસ ને રાત એક જ કામ. એક મિનિટની પણ આળસ કર્યા વગર સાહિત્યનું સર્જન.
આચાર્ય શ્રી દેવચંદ્રસૂરીજી શિષ્ય પરિવાર સાથે વિહાર કરતા કરતા નાગપુર પહોંચ્યા. અહીં નાગપુરમાં ધનદ શેઠ નામનો એક ખૂબ જ ધનવાન શેઠ વસતો હતા. તેમની પાસે અઢળક ધન હતું. સુંદર પરિવાર હતો. ધન મુસીબતના વખતમાં કામમાં આવે એવા