________________
જૈન શાસનના ચમકતા હીરાઓ ] ૨૩૯
રાજાએ પુત્રીના સર્વ અલંકાર ઉતારી લઈ કોઢીઆ સાથે નગરની બહાર કાઢી મૂકી. ધર્મને વિષે અતિ ઢ રુચિવાળી મદિરાવતી કોઢીઆની સાથે દેવમંદિરમાં જઈ ધર્મધ્યાન કરવા લાગી.
કોઢીઆએ મદિરાવતીને કહ્યું કે, “રાજાએ તો અઘટિત, વગર વિચાર્યું કર્યું પણ જો તારે સુખી થવું હોય તો કોઈ સમૃદ્ધિવાળાને પરણ. મારી સંગતિથી તને પણ કોઢ લાગુ પડશે. લગ્ન સરખેસરખાનું હોય. હું તો દુ:ખી છું અને તને જો દુ:ખી કરું તો મારો છુટકારો કયા ભવે થાય."
કોઢીઆનાં વચન સાંભળીને મદિરાવતીએ કહ્યું કે, “હે નાથ ! આવું અયોગ્ય વચન બોલવું આપને શોભતું નથી. અનંત પાપરાશી ભેગી થાય ત્યારે સ્ત્રીનો અવતાર મળે છે. તેમાં જો શીલરહિત થાઉં તો ભવોભવને વિષે દુ:ખી થાઉં. મેં મન, વચન, કાયાથી અને પિતાની અનુમતિથી આપને સ્વામી તરીકે સ્વીકાર્યો છે. માટે જો આપ ના પાડશો તો હું અગ્નિનું શરણ લઈશ.” આ સાંભળી કોઢીઓ સંતોષ પામી સૂઈ ગયો, એટલે મદિરાવતી પતિના પગ ચાંપતી પંચપરમેશ્વરનું સ્મરણ કરવા લાગી. તેટલામાં એક દેવી દિવ્ય શણગારથી સુશોભિત પુરુષને લઈને આવી. મદિરાવતીને કહેવા લાગી કે, "તારા પિતાએ તારી ફોગટ વિલંબના કરી તે જોઈ દયાથી હું તારી પાસે આવી છું. આ નગરની હું અધિષ્ઠાઈકા દેવી છું અને આ ભાગ્યવાન પુરુષને લાવી છું. એ તારી આજ્ઞા પ્રમાણે ચાલશે, માટે કોઢીઆને મૂકીને આ મગધદેશના નરકેશરી રાજાના પુત્ર નરશેખરને તારો પતિ બનાવ. હું તમને બન્નેને જીવનપર્યંત સુખસંપત્તિ આપીશ.”
મદિરાવતીએ મનમાં ધૈર્ય રાખી મક્કમપણે કહ્યું કે, “હે માતા, તમે મારા પર મોટી કૃપા કરી, પરંતુ મારાં માતાપિતા અને નગરજનો સમક્ષ આ કોઢીઆ પતિનો હાથ પકડ્યો છે, તો હવે બીજાને શી રીતે વરું ? આ લોકમાં અને પરલોકમાં પુણ્યયોગે મને આ કોઢીઆ પુરુષથી જ સર્વે મનોવાંછિત ભોગસંપત્તિ મળશે, માટે કૃપા કરી મારા ભાઈ જેવા આ નરશેખરને રાજ્ય લક્ષ્મી સહિત તેના રાજ્યમાં પહોંચાડી ઘો."
મદિરાવતીનાં આવાં વચનથી બ્રેધ પામેલી દેવીએ તેને પગેથી પકડી આકાશમાં ઉછાળી પડતી હતી એવી તેને ત્રિશૂળ ઉપર ધારી રાખી કહ્યું કે, “મુર્ખા ! મારા કહેવા મુજબ કર નહિતર તને મારી નાખીશ.” કન્યાએ નિશ્ચય મન રાખીને દેવીને કહ્યું કે, "હું પ્રાણાંતે પણ શીલભ્રષ્ટ થઈશ નહીં. મેં બહુ વાર જીવિત અને યૌવન લક્ષ્મીનું સુખ વગેરે ઇચ્છીત વસ્તુ મેળવી છે. પરંતુ ચિંતામણી સમાન નિર્મળ શીલ મેળવ્યું નથી. માટે હે દેવી ! તારે મારી નાખવી હોય તો હું મરવા માટે તૈયાર છું. પરંતુ તારા કહેવા મુજબ બીજો વર કરીશ નહિ.” આ પ્રમાણે કહી મદિરાવતી મનથી નવકાર મંત્રનું સ્મરણ કરવા લાગી. તેટલામાં તેને પોતાને સુખેથી ઊભેલી જોઈ પણ દેવીને તથા નરશેખરને ઊભેલા જોયા નહીં. કોઢીઆના