________________
જૈન શાસનના ચમકતા હીરાઓ ! ર૩૪ પણ છે, ત્યાં આપણે વાદ કરીશું, અને તેમાં જે બને તે ખરું." એમ કહી ભરૂચ ગયા. ત્યાં રાજસભામાં પણ વૃદ્ધવાદી જ જીત્યા અને સિદ્ધસે હાર્યો, જેથી સત્ય પ્રતિજ્ઞાવાળા સિને વૃદ્ધવાદી પાસે જૈન દીક્ષા અંગીકાર કરી યોગ્યતા થવાથી તેને દિવાક નામનું બિરુદ મળ્યું, તેથી ગુરુએ તેને આચાર્યપદ સમર્પણ કર્યું.
પછી તેઓ ઘણા જીવોને પ્રતિબોધ આપતા ઉજજૈણીએ આવ્યા. એટલે ન દરમાં આ તો "સર્વજ્ઞ પુત્ર છે એવો ઘોષ થવા લાગ્યો. તેથી વિક્રમાદિત્યે તેનું સર્વજ્ઞપાનું જોવા પાસે આવી મનથી જ નમસ્કર ક્મ. સિદ્ધસેનસૂરીએ જ્ઞાનથી પામી જઈને તરત જ તેને બધાં સાંભળે તેમ ધર્મલાભ" દીધો. વિક્રમાદિત્ય બોલ્યા, “નમસ્કાર કર્યા વગર ધર્મલાભ શાનો કહો છો?" ગુરુએ કહ્યું કે, તે મનમાં નમસ્કાર કર્યા. તેથી અમે "ધર્મલાભ દીધો છે. અમારો ધર્મલાભ અમસ્તો નથી, જો સાંભળો
દીર્ધાયુ થાઓ એમ આશીર્વાદ આપીએ તે કંઈ યોગ્ય લાગતું નથી કેમ કે તે તો નારકીના જંતુઓમાં પણ છે. તેમને ઘણા પુત્ર થાઓ.' એમ કહીએ તે પણ ઠીક નથી, કેમ કે તે તો કુકડીઓને ઘણાં બચ્ચાં હોય છે તેથી તેને શું સુખ છે? માટે સર્વસુખને આપનાર
આ ધર્મલાભ" જ તમને સુખદાયક થશે." આથી રાજાએ સર્વજ્ઞાણું કબૂલ કીધું અને તુષ્ટમાન થઈ તેમને એક બ્રેડ સોનામહોર ભેટ કરી પણ નિસ્પૃહપણાથી તેમણે તે દ્રવ્ય અંગીકાર કર્યું નહીં તેથી શ્રાવકોએ જીર્ણોદ્ધાર કે લોકોને દેવામાંથી મુક્તિ કરવા વગેરેમાં તે ધન વાપર્યું.
સિદ્ધસેન દિવાકર ત્યાંથી વિચરતા ચિતોડ ગયા. ત્યાં એક સ્તંભ હતો. તેમાં પૂર્વની આમ્નાયવાળાં પુસ્તકો છુપાવેલાં હતાં. તેમનાં પુસ્તકો વાંચવાની તેમને ઉમેદ થઈ; પણ તે સ્તંભ એવો હતો કે, જેને અગ્નિ, પાણી, શસ્ત્ર (ટાંકણાદિ) કોઈ પણ ભેદી કે ભાંગી શકે નહીં, એવું તેનું પડ ઔષધિથી વજમય બનાવેલું હતું. તેથી તેમણે ત્યાં બેસી સુગંધી લઈ તેમાંની ઔષધિઓને ઓળખી તેને પ્રતિઔષધિઓ (વિરોધી ઔષધિઓ)થી નવપલ્લવિત ફરીને તે સ્તંભ ખોલ્યો. તેમાં ઘણાય ચમત્કારિક ગ્રંથો હતા. તેમાંનું એક પહેલું પુસ્તક હાથમાં લઈ વાંચવા માંડ્યું. તેના પહેલા પાનામાં બે વિઘાઓ હતી. તેમાં પહેલી સરસવ વિઘા. સરસવ પાણીમાં નાખવાથી ઘોડા નિપજાવી શકાય તેવી વિઘા દીઠી. બીજી ચૂર્ણયોગ કરવાથી સુવર્ણ બનાવવાની ક્ષિા હતી. આ બંને વિદ્યા વાંચ્યા બાદ આગળ વાંચતાં, શાસનદેવીએ નિષેધ કર્યો અને પુસ્તક હાથમાંથી ઝડપી લીધું એટલું જ નહીં પણ તે સ્તંભ પાછો વજય બનીને બીવઈ ગયો. આથી ઉદાસ થઈ ત્યાંથી તેમણે વિહાર કર્યો. આગળ ચાલતાં તેઓ કુમારપુરે આવ્યા. ત્યાંના દેવપાળ નામના રાજાએ નમસ્કાર કરી વિનંતી કરી કે, "માર સીમાડાના રાજાઓ મારું રાજ્ય લઈ લેવા ઇચ્છે છે (યુદ્ધ કરવાના છે, તેથી આપ જો મારા