________________
જૈન શાસનના ચમકતા હીરાઓ ર૩ર
વૃદ્ધવાદીસૂરી અને સિદ્ધસેન દિવાકરસૂરી
૮૭.
વિદ્યાધર ગરછે શ્રીપાદલિપ્તસૂરીના શિષ્ય સ્કંદીલાચાર્યની પાસે કુમુદ નામના વિષે વૃદ્ધપણે દીક્ષા લીધી, તેથી તેને વિદ્યા મોઢે ચડતી નહોતી તેથી તે મોટા અવાજથી (ઘાંટા પાડી) રાત્રીના વખતે ગોખતો હતો, જેથી ગુરુમહારાજે તેને નિષેધ કર્યો કે, રાત્રી વખતે મોટા અવાજથી બોલવું નહીં. તથાપિ તે દિવસે પણ મોટા અવાજથી ગોખતો હતો, તેથી શ્રાવકોએ કહ્યું કે, આ ઘાંટા પાડીને આખો દિવસ ગોખ ગોખ કરે છે તે શું મુશળ ફલાવશે? આ વચનથી તે ઘણો જ શરમાઈ ગયો. પછી તેણે સરસ્વતી દેવીનું આરાધન કર્યું. એકવીસમાં ઉપવાસે તેને સરસ્વતી દેવી પ્રસન્ન થઈ અને વરદાન આપ્યું કે, "સર્વ વિઘા પારગામી થઈશ. તું જેમ કહીશ તેમ તને હું કરી આપીશ.” આ પ્રમાણે સરસ્વતી વરદાન આપી ગઈ. ત્યાર પછી તેણે ચૌટામાં જઈ એક મુશળ લાવી વચ્ચોવચ્ચ ઊભું કર્યું અને હાથમાં પાણીની અંજલી લઈ નીચે પ્રમાણે મંત્ર બોલ્યો:
હે સરસ્વતી દેવી!અમારા સરખા જડભરત પણ જોવાદી જેવા વિદ્વાન તારા પસાયથી થાય તો આ મુસલ ફુલાવી દે."
આ મંત્ર ભણ તેણે મુશળ ઉપર પાણીની અંજલી છાંટી કે તરત જ સરસ્વતી દેવીએ તે મુશળને ફુલાવી દીધું અર્થાત્ તે નવપલ્લવિત બની ગયું. એટલે એ સૂકા લાકડાને પણ તરત જ પાન, ફલ, ફળ, ડાળ, થડ અને મૂળ બધાં બની ગયા. આબેહૂબ (લીલું ઝાડ) દેખીને બધા લોકો ઘણા વિસ્મિત થયા. (આ વાત ચોતરફ ફેલાઈ તેથી તેમનું વાદીપણું સર્વત્ર પ્રસિદ્ધ પામ્યું).
આ વાદી એવા તો વિદ્વાન બન્યા કે એમની આગળ કોઈ પણ વાદી વાદ કરવા સમર્થ થઈ શક્યો નહીં. એવી તેમની પ્રતિષ્ઠા ચોતરફ જામી ગઈ. પછી ગુરુએ પણ તેમને આચાર્યપદ આપ્યું, જેથી તેમનું નામ વૃદ્ધવાદીસૂરી" થયું.
આ સમયે ઉજજૈનીમાં વિક્રમાદિત્ય રાજ્ય કરતો હતો. તેના રાજ્યમાં રાજમાનીતો દેવર્ષિ નામનો વિપ્ર હતો. તેની દેવશ્રી નામની સ્ત્રીથી ઉત્પન્ન થયેલો સિદ્ધસેન નામે પુત્ર હતો. એ રાજ્યમાં મોટો પંડિત ગણાતો, એટલું જ નહીં પણ તે પોતાની બુદ્ધિના બળથી અને મિથ્યાત્વના ઉદયથી એટલો બધો અભિમાની હતો કે આખા જગતને એક તણખલાની તોલે માનતો. સિક્સેન અભિમાનથી એવું કહેતો કે, “જે કોઈ પણ વાદી મને વાદમાં જીતી