________________
જૈન શાસનના ચમકતા હીરાઓ ] ૨૧૪
શ્રી મોહવિજેતા સ્થૂળભદ્ર
પાટલીપુત્રના શકટાળ મંત્રીનો જ્યેષ્ઠ પુત્ર સ્થૂળભદ્ર રૂપકોશા નામની એક નર્તકીના પ્રેમપાશમાં જકડાઈ ગયો. પ્રેમના બંધનમાં માતાપિતાની આબરૂની ખેવના તેણે ન કરી, ભગિનીઓના સ્નેહને તે ભૂલી ગયો અને લઘુ બંધુ શ્રીયકની સમજાવટ પણ કંઈ કામ ન લાગી.
૮૨.
રૂપકોશાના દેહસુખમાં તેને સ્વર્ગનાં સુખો પણ ઝાંખાં લાગવા લાગ્યાં. રૂપકોશાના અંબોડા માટે ગુલાબનાં ફૂલોની વેણી તે જાતે ગૂંથતો. રૂપકોશાના ઓષ્ઠ ઉપર લાલ રંગની લાલી તે જાતે લગાવતો. જાત જાતનાં આભૂષણોની રૂપકોશાના દેહને જાતે સજાવતો. પ્રણયના રંગરાગ માણતાં બન્ને સમયને વિસરી ગયાં. દિવસો, મહિના અને વર્ષો આ રંગરાગમાં પસાર થઈ ગયાં. આમ કરતાં બાર વર્ષ પસાર થઈ ગયાં. સ્થૂળભદ્રના પિતા શકટાલ પાટલીપુત્રમાં રાજાના અત્યંત પ્રજાપ્રિય મંત્રી હતા. તેમના પ્રત્યે વરુચિ નામનો વિપ્ર અત્યંત ઈર્ષ્યા ધરાવતો તે સતત શકટાળ વિરુદ્ધ રાજાના કાન ભંભેરતો હતો પણ રાજા તેની વાતોને મહત્ત્વ આપતા ન હતા.
શકટાળના ઘરે શ્રીયકના લગ્ન પ્રસંગે રાજા પધારવાના હતા. તેમના સન્માન માટે શસ્ત્રોનો સંગ્રહ શકટાળે ધરે કર્યો હતો. વરચએ આ તકનો ઊલટો લાભ લીધો. તેણે રાજાને જણાવ્યું કે, "આપનું રાજ્ય પડાવી લેવા માટે શટાળે શસ્ત્રોનો ભંડાર એકઠો કર્યો છે. આપ તપાસ કરાવો..."
રાજાએ તપાસ કરાવતાં શસ્ત્રોના સંગ્રહની વાત સાચી જણાઈ અને રાજાનો ક્રેધ આસમાને પહોંચ્યો.
રાજાએ શટાળના સમગ્ર વંશનો નાશ કરવાનો નિર્ણય લઈ લીધો. શકટાળને આ વાતની ખબર પડી ગઈ. રાજાના કોપથી પોતાના કુટુંબની રક્ષા કાજે શકટાળે પોતાનું આત્મબલિદાન આપવાનો નિર્ણય કર્યો. પુત્ર શ્રીયકને શકટાળે કહ્યું : “બેટા ! આવતી કાલે જ્યારે હું મહારાજને પ્રણામ કરું, ત્યારે તું તલવારથી મારું માથું વધેરી નાખજે."