________________
જૈન શાસનના ચમકતા હીરાઓ [ ૧૭૭
શ્રી ધર્મરુચિ
૭૧.
વસંતપુર નગરમાં જિતશત્રુ નામે રાજા હતો, તેને ધારિણી નામે રાણી હતી, તેમને ધર્મચિ નામે એક પુત્ર હતો. એક વખત કોઈ તાપસ પાસે દીક્ષા લેવાની ઇચ્છાથી રાજા પુત્રને રાજ્ય ઉપર બેસાડવા ઉઘુક્ત થયો. ને ખબર સાંભળી ધર્મચિએ પોતાની માતાને પૂછ્યું કે, “માતા ! મારા પિતાજી શા માટે રાજ્યનો ત્યાગ કરે છે ? માતાએ કહ્યું, “હે પુત્ર ! આ રાજ્યલક્ષ્મી શા કામની છે ? આ રાજયલક્ષ્મી ચંચળ, નરકાદિ સર્વ દુ:ખના માર્ગમાં વિન રૂપ, પરમાર્થે પાપ રૂપ અને આ લોકમાં માત્ર અભિમાન કરાવનારી છે; એથી તારા સુજ્ઞ પિતા તેનો ત્યાગ કરવાને તૈયાર થયા છે તે સાંભળી, ધર્મચિએ કહ્યું કે, “હે જનની ! જ્યારે એવી રાજ્યલક્ષ્મી છે ત્યારે શું હું મારા પિતાને એવો અનિષ્ટ છું, કે તે સર્વ દોષકારક રાજ્યલક્ષ્મી મને વળગાડે છે.” આ પ્રમાણે કહી તેણે પણ પિતાની સાથે દીક્ષા લીધી અને સઘળી તાપસ યિા ને યથાર્થપણે પાળવા લાગ્યો.
એક વખત અમાવાસ્યાના આગળના દિવસે (ચૌદશે) એક નાપસે ઊંચે સ્વરે જાહેરાત કરી કે, હે તાપસો ! આવતી કાલે અમાવાસ્યા હોવાથી અનાકુષ્ટિ છે. માટે આજે દર્ભ, પુષ્પ, સમિધ, કંદ, મૂળ તથા ફળ વગેરે લાવી મૂકવાં જરૂરી છે. તે સાંભળી ધર્મચિએ ગુર થયેલા પિતાને પૂછ્યું કે, પિતાજી? આ અનાકુષ્ટિ એટલે શું? તેમણે કહ્યું, 'પુત્ર ! લતા વગેરેને છેદવાં નહીં તે અનાકુષ્ટિ કહેવાય છે. તે અમાવાસ્યાનો દિવસ કે જે પર્વ ગણાય છે તે દિવસે ન કરવું. કારણ કે છેદનાદિ ક્રિયા સાવઘ ગણાય છે. તે સાંભળી ધર્મચિ ચિંતવવા લાગ્યો કે, "મનુષાદિકના શરીરની જેમ જન્માદિ ધર્મને યુક્તપણાને લીધે વનસ્પતિમાં પણ સજીવપણું સ્કુટપણે પ્રતીત થાય છે. ત્યારે જો સર્વદા અનાકુષ્ટિ થાય તો વધારે સારું. આવું ચિંતવનારા ધર્મચિને અમાવાસ્યાના દિવસે તપોવનની નજીકના માર્ગે ચાલ્યા જતા કેટલાક સાધુઓ જોવામાં આવ્યા. તેણે સાધુઓને પૂછ્યું કે, શું તમારે આજે અનાકુષ્ટિ નથી, કે જેથી આ વનમાં પ્રયાણ કરો છો?" તેઓએ કહ્યું કે, અમારે તો યાવજીવિત અનાકુવિટ્ટ છે. તેમ કહી સાધુઓ ચાલ્યા ગયા. તે સાંભળી ઊહાપોહ કરતાં ધર્મચિને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું; તેથી તેને યાદ આવ્યું કે, હું પૂર્વભવમાં દીક્ષા લઈ મૃત્યુ પામી, દેવલોકનું સુખ
૧૨