________________
જૈન શાસનના ચમકતા હીરાઓ [ ૧૭૪
શ્રી માનતુંગસૂરિ
ભોજરાજાની ધારા નગરીમાં બાણ અને મયૂર નામના સાળા બનેવી બે પંડિતો રહેતા હતા. બન્ને જણ પોતાની પંડિતાઈ માટે પરસ્પર ઈર્ષા ધરાવતા હતા. બન્ને જણે પોતપોતાની પંડિતાઈથી રાજ્યસભામાં સારી પ્રતિષ્ઠા મેળવી. બન્ને રાજમાન્ય પંડિતો હતા. એક વખત બાણ કવિ પોતાની બહેનને મળવા માટે તેને મયૂરના) ઘેર ગયો. તેની સારી સરભરા કરી રાત્રે ઓસરીમાં બિછાનું પાથરી તેને સુવાડ્યો. - ઘરમાં મયૂર અને તેની સ્ત્રી (બાણની બહેન) સૂતાં. પણ દંપતીને રાત્રિ વખતે કોઈક વાતની તકરાર થઈ પડી. તે બધી તકરાર બહાર સૂતેલા બાણે સાંભળી લીધી. મયૂર તેની સ્ત્રીને ઘણું ઘણું સમજાવે છે પણ તે સ્ત્રી માનતી નથી. પછી સવાર થવા આવતાં મયૂર તેણીને મનાવવા એક કવિતા બોલવા લાગ્યો. તેમાંનાં ત્રણ પદ જ્યારે તેણીને સંભળાવ્યાં ત્યારે બહાર સૂતેલા બાણથી રહેવાયું નહીં. તેથી ચોથું પદ તેણે પૂર્ણ કર્યું. તે સાંભળી તેની બહેનને ઘણી જ રીસ ચઢી. પોતાના મીઠા કલહમાં અણછાજતી રીતે ભાઈની દખલગિરિ થવાથી તેને એવો શ્રાપ આપ્યો કે, જા તું કુષ્ટિ" કોઢિયો થઈશ. તે સ્ત્રી સતી હતી, તેથી તે (બાણકવિ) તરત જ કોઢિયો થઈ ગયો.
પ્રાતઃ કાળે રાજસભામાં મયૂર કવિ પહેલાંથી બેઠેલા હતો, તેણે જ્યારે બાણ કવિ આવ્યો ત્યારે કહ્યું કે, "આવો આવો, કોઢીઆ બાણ આવો." મયૂરનાં આવા વચન સાંભળી રાજા ભોજ બોલ્યા કે, એને કોઢ શી રીતે થયો. એટલે મયૂરે બધી વાત ત્યાં જણાવી. એટલું જ નહીં પણ પ્રત્યક્ષ બાણનાં અંગો ઉપર કોઢનાં સફેદ ચાદાં બતાવ્યાં. તેથી ભોજરાજાએ એવો હુકમ કર્યો કે, જ્યાં સુધી એને કોઢ મટે નહીં ત્યાં સુધી એને રાજસભામાં આવવાની તેમ જ નગરમાં રહેવાની સખ્ત મનાઈ ફરમાવાઈ. આવા કારણથી બાણ કવિ ઘણો જ લજવાઈ ગયો અને અભિમાનમાં આવી જઈ તરત જ ત્યાંથી ઊઠીને નગર બહાર ચાલ્યો ગયો.
નગર બહાર સામસામા બે વાંસડાના સ્તંભ આરોપી, વચ્ચે ઊંચી દોરી બાંધી, તેમાં એક છ બંધનવાળું સીંકુ બાંધી, તેમાં તે પોતે (બાણ કવિ) બેઠો અને નીચે અગ્નિકુંડ સળગાવી, સૂર્યદેવતાની સ્તવના સંબંધી એકેક કાવ્ય રચી બોલીને એકેક સીંકાની દોરી પોતાના હાથથી જ છેદી નાખતાં પાંચ કાવ્યો બોલી પાંચ દોરીઓ છેદી નાખી છેવટની દોરી છઠા કાવ્ય