SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન શાસનના ચમકતા હીરાઓ [ ૧૬૭ બહાર નીકળ્યા. પછી પૂર્વની પેઠે રત્નકંબળનું આચ્છાદન કર્યું એટલે કૃમિઓ રત્નકંબળ ઉપર તરી આવ્યા અને તેઓને પૂર્વની રીતે જ ગોમૂતકમાં સંન્ન કર્યા. અહો! કેવું તે વૈદ્યનું બુદ્ધિ કૌશલ્ય ! પછી મેઘ જેમ ગ્રીષ્મઋતુથી પીડિત થયેલા હાથીને શાંત કરે તેમ જીવાનંદે ગોશીર્ષ ચંદનના રસની ધારાથી મુનિને શાંત ક્ય. થોડી વારે ત્રીજી વાર અભંગ કર્યું એટલે અસ્થિગત કૃષિઓ રહ્યા હતા તે પણ નીકળ્યા; ને કૃમિઓને પણ પૂર્વની રીતે રત્નકંબળમાં લઈ ગોમૂતકમાં નાખ્યા. અમને અધમ સ્થાન જ ઘટે છે. પછી તે વૈદ્ય શિરોમણિએ પરમભક્તિ વડે જેમ દેવને વિલેપન કરે, તેમ ગોશીર્ષ ચંદનના રસથી મુનિને વિલેપન કર્યું એ પ્રકારે ઔષધ કરવાથી મુનિ નીરોગી અને નવીન કંતિવાળા થયા અને માંજેલી સુવર્ણની પ્રતિમા જેમ શોભે તેવા શોભવા લાગ્યા. ભક્તિમાં દક્ષ એવા તે મિત્રોએ તે સમા શ્રમણને ખમાવ્યા.મુનિ પણ ત્યાંથી બીજે વિહાર કરી ગયા, કેમ કે સાધુમહાત્માઓ એક ઠેકાણે સ્થિતિ કરીને રહેતા નથી. બાકી રહેલ ગોશીર્ષ અને રત્નકંબલને વેચીને તે બુદ્ધિમંતોએ સુવર્ણ લીધું.તે સુવર્ણથી અને બીજા પોતાના સુવર્ણથીઓએ મેરુના શિખર જેવું અહત ચૈત્ય કરાવ્યું.જિન પ્રતિમાની પૂજા અને ગુરુની ઉપાસનામાં તત્પર એવા તેઓએ કેટલોક કાળ વ્યતીત કર્યો અને વખત જતાં તે છએ મિત્રોને સંવેગ (વૈરાગ્ય) પ્રાપ્ત થયો એટલે તેઓએ કોઈ મુનિ મહારાજની સમીપે જઈ દીક્ષા અંગીકાર કરી, અને નગર, ગામ અને વનમાં નિયત કાળ ન રહેતાં તેઓ વિહાર કરવા લાગ્યા. ઉપવાસ, છઠ્ઠ અને અઠ્ઠમ વગેરે તપ રૂપી શરણાથી પોતાના ચારિત્ર રત્નને અત્યંત નિર્મળ કર્યું. પછી તેઓએ દ્રવ્યથી અને ભાવથી સંલેખના કરીને કર્મ રૂપી પર્વતનો નાશ કરવામાં વજ જેવું અનશન વ્રત ગ્રહણ કર્યું. પ્રાંતે સમાધિને ભજનારા તેઓએ પંચપરમેષ્ઠીનું સ્મરણ કરતાં પોતાનો દેહ છોડ્યો અને અશ્રુત નામના બારમા દેવલોકમાં ઇન્દ્રના સામાનિક દેવ થયા, ત્યાંથી બાવીશ સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કરી લવણ સમુદ્ર નજીક પુંડરીકિણી નગરીમાં વજસેન રાજાનાં ધારણી નામે રાણીની કુક્ષીને વિષે તેઓમાંથી પાંચ અનુક્રમે પુત્રપણે ઉત્પન્ન થયા. તેમાં જીવાનંદ વૈદ્યનો જીવ વજનાભ નામે પહેલો પુત્ર થયો. સમય પાકતાં બધા ભાઈઓએ દીક્ષા લઈ ઘણી લબ્ધિઓ પ્રાપ્ત કરી. છેવટે વજનાભ સ્વામીએ વીશ સ્થાનકની આરાધના વડે તીર્થંકર નામ - ગોત્રકર્મ દઢ રીતે ઉપાર્જન કર્યું અને ખગ્નની ધારા જેવી પ્રવજ્યાને ચૌદ લાખ પૂર્વ સુધી પાલન કરી પાદપોપગમન અનસન અંગીકાર કરી સર્વાર્થસિદ્ધિનામના પાંચમા અનુત્તરવિમાનને વિષે તેત્રીસ સાગરોપમના આયુષ્યવાળા દેવતા થયા. એ જ વજનાભનો જીવ પહેલા તીર્થંકર ઋષભદેવ નામે મરૂદેવ માતાના મુખે અવતર્યા.
SR No.032071
Book TitleJain Shasanna Chamakta Hira
Original Sutra AuthorN/A
AuthorVarjivandas Vadilal Shah
PublisherVarjivandas Vadilal Shah
Publication Year1993
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy