________________
જૈન શાસનના ચમકતા હીરાઓ ૧૪૬
તેણે મનમાં વિચાર કર્યો છે, જેને પ્રભુ પોતે ધર્મલાભ મારે મોઢે કહેવરાવે છે ત્યારે તે ખરેખર & ધર્મો જ હશે. પરંતુ મારે તેની ધર્મના વિષયમાં સ્થિરતા કેવી છે તેની પરીક્ષા કરવી જોઈએ. એમ ધારી તે પહેલે જ દિવસે રાજગૃહીના પૂર્વ દિશાના દરવાજે પોતાના તપોબળથી ઉત્પન્ન થયેલી શક્તિથી સાક્ષાત્ બ્રહ્મનું રૂપ લઈ બેઠો. આવો ચમત્કાર જોઈ નગરના સર્વ લોક દર્શન માટે આવ્યા, પણ તુલસા શ્રાવિકા ન આવી. તેથી બીજે દિવસે બીજા દરવાજે મહાદેવનું રૂપ લઈ બેઠો. ત્યાં પણ નગરના બધા લોકો ભક્ત બની તેના દર્શને આવ્યા પણ સુલસા ન આવી ત્રીજે દિવસે ત્રીજી દિશાને દરેવાજે વિષ્ણુનું રૂપ લઈ બેઠો. ત્યાં પણ બધા નગરના લોકો આવ્યા પણ સુલસા ન આવી ચોથે દિવસે ચોથા દરવાજે સમવસરણની રચના કરી, પચ્ચીસમા તીર્થંકરનું રૂપ લઈ બેઠો. ત્યાં પણ બીજા લોકો આવ્યા પણ સુલસા ન આવી. તેથી તેણે કોક માણસ મોકલી સુલતાને કહેવરાવ્યું કે, તને પચીસમા તીર્થંકર વંદન કરવા બોલાવે છે ત્યારે સુલસાએ જવાબ આપ્યો કે, "ભદ્ર, પચીસમાં તીર્થકર કદી હોય જ નહીં એ તો કોઈ કપટી છે. અને લોકોને ઠગવા માટે આવેલો છે. હું તો સાચા તીર્થંકર મહાવીર સ્વામી વગર બીજાને વાંદવાની નથી"
અંબડ શ્રાવકને લાગ્યું કે આ સુલતા જરા માત્ર પણ ચલાયમાન થતી નથી, તેથી તે ખરેખર સ્થિર સ્વભાવવાળી છે, એમ જાણી અંબડ હવે શ્રાવકનો વેષ લઈ સુલસાને ઘેર ગયો. સુલસાનાં ઘણાં ઘણાં વખાણ કરી બોલ્યો કે, હે ભદ્રે ! તું ખરેખર પુણ્યશાળી છે, કેમ કે તને ભગવંત શ્રી મહાવીર સ્વામીએ મારે મોંઢે ધર્મલાભ કહેવરાવ્યા છે." આટલું માત્ર સાંભળતાં જ તરત તે ઊઠી ઊભી થઈ અને ભગવંતને નમસ્કાર કરી સ્તવના કરવા લાગી કે, “મોહરાજા રૂપ પહેલવાનના બળને મર્દન કરી નાખવામાં ધીર, પાપ રૂપ કાદવને સાફ કરવામાં નિર્મળ જળ જેવા, કર્મ રૂપ રજ હરવામાં એક જ પવન જેવા, હે મહાવીર પ્રભુ, તમો સદાય જયવંતા રહો." અંબડ શ્રાવક તુલસાને આવી & ધમિણી જોઈ તેની ઘણી ઘણી અનુમોદના કરી સ્વસ્થાનકે ગયો. સુલસા આવા ઉત્તમ ગુણોથી શોભતી, સારાં ધર્મ કૃત્યો કરી છેવટે સ્વર્ગ સંપદાને પામીત્યાંથી આ ભરતખંડમાં આવતી ચોવીસીએ નિર્મમ નામના પંદરમા તીર્થંકર થઈ મોક્ષપદને પામશે.