________________
જૈન શાસનના ચમકતા હીરાઓ [ ૧૪૪
અસહ્ય વેદના થવા લાગી તેથી તેણીએ હરિસેગમેથી દેવના નામનો કાઉસ્સગ કર્યો, એટલે તે દેવ પાછો તેની પાસે આવ્યો. તેણે તેની વેદના હરણ કરી (બંધ કરી નાખીને કહ્યું કે, મેં ઘણું જ અયોગ્ય કામ કરી નાખ્યું, કેમ કે તેં બત્રીસ ગોળીઓ ખાલી હોવાથી તું બત્રીસ પુત્રો એક વખતે જણીશ. એટલું જ નહીં પણ તે બધાનું સરખું આયુષ્ય હશે તેથી તેઓ એકી વખતે જ બધા સાથે મરણ પામશે. ત્યારે સુલસા બોલી, “જીવ જે શુભાશુભ કર્મ બાંધે છે, તે તેને ભોગવ્યા વિના છૂટકો નથી." હરણેગમેલી દેવે પણ કહ્યું, બરાબર છે. ભવિતવ્યતાનું કોઈ ઉલ્લંઘન કરી શકે નહીં
સુલતાએ કહ્યું હે હરિભેગમેલી ! મારે શું કરવું ? મેં એ કાર્ય ખોટું તો કર્યું છે; જો કર્મ મને અનુકૂળ હોય અને તારી શક્તિ હોય તો તું મારા ઉદરની વ્યથા શમાવ. નહીં તો હું મારું કર્મ ભોગવીશ. જો તું વ્યથા શમાવીશ તો જિનશાસનની ઉન્નતિ થશે. તે ઉપરથી દેવે પ્રસન્ન થઈને તેણીના ઉદરની વ્યથા દૂર કરી; ને પોતે પોતાને સ્થાને ગયો. પછી સુલસા ધર્મને વિષે ચિત્ત જોડી, શુભ આહારથી ગર્ભને પોષવા લાગી અને તેણીએ સંપૂર્ણ સમયે સુસ્વપ્ન સૂચિત એવા બત્રીશ પુત્રોને જન્મ આખો. નાગરથિકે મહાદાન દઈ તેમનો જન્મોત્સવ ઉજવ્યો.
કાળક્રમે બત્રીશે પુત્રો યૌવન અવસ્થા પામ્યા અને તે બત્રીશ ભાઈ શ્રેણિક રાજાના વિશ્વાસુ સેવકો થયા.
તે સમયે વિશાળા નગરીમાં ચેટક નામનો રાજા રાજ્ય કરતો હતો. તેને સાત પુત્રીઓ હતી તેમાં સુજ્યા સર્વથી મોટી હતી. એક વખત કોક તાપસણી દરબારમાં માગવા આવી અને તેને પોતાનો મિથ્યાત્વ ધર્મ વખાણ્યો, તેથી સુભેચ્છાએ તેનો તિરસ્કાર કરી હાંકી કાઢી. તેથી તે જોગણ સુદ્દા ઉપર કોપાયમાન થઈ તેના રૂપનું એક ચિત્ર બનાવી શ્રેણિક રાજાને બતાવ્યું. સુજ્યેષ્ઠાનું રૂપ અત્યંત વખાણવા લાયક હોવાથી શ્રેણિક રાજા તેના ઉપર મોહિત થયો અને તેણીની સાથે લગ્ન કરવાનો પણ વિચાર થયો. પરંતુ ચેડ રાજાની સાથે ઘણા વખતથી દુશ્મનાવટ હોવાથી તે ખચીત તેની દીકરી નહીં પરણાવે એમ ધારી મનમાં ઉદાસ રહેવા લાગ્યો. આ ઉદાસીનું કારણ અભયકુમારે તેનો દીકરો અને મુખ્ય દીવાન હોવાથી, શ્રેણિક પાસેથી જાણી લીધું.
અભયકુમારે વિશાખા નગરમાં જઈ વણિક બની દરબારના દરવાજા આગળ એક દુકાન માંડી. દરબારની દાસીઓ આ દુકાનેથી માલ ખરીદવા લાગી. પણ જ્યારે સુદ્ધની ઘસી માલ ખરીદવા આવે ત્યારે અભયકુમાર શ્રેણિક રાજાના ચિત્રની પૂજા કરવા બેસતો. દરરોજ આમ બનવાથી ઘસીએ પૂછ્યું કે, આ કોની પૂજા કરો છો. તેણે જવાબ આપ્યો