________________
જૈન શાસનના ચમકતા હીરાઓ [ ૧૨૮
કે, મૌન એ વ્યાભિચારીઓનું અને ચોરોનું એક લક્ષણ છે. આથી રાજા બ્રેધાધીન થયો અને સુદર્શનનો વધ કરવાની તેના માણસોને આજ્ઞા ફરમાવી. સુદર્શનને આવી સજા કરવામાં આવે તેથી નગરમાં, લોકોમાં ઉશ્કેરાટ થાય. સદાચારી ગણાતા સુદર્શનને આવી સજા સાધારણ રીતે નગરજનો સહન ન કરેતેથી પહેલાં સુદર્શનને ગામમાં ફેરવી એના દોષની જાહેરાત કરી પછી જ એનો વધ કરવો એવી રાજાએ આજ્ઞા ફરમાવી
રાજાની આજ્ઞા મુજબ રાજસેવકો સુદર્શનને પકડી મોઢા ઉપર મેંશ ચોપડી અને શરીરને લાલ ગેનો લેપ કર્યો. ગળામાં વિચિત્ર પ્રકારની માળા પહેરાવી પછી એને ગધેડા ઉપર બેસાડી માથે સૂપડાનું છત્ર ધર્યું અને આગળ ફૂટેલું ઢોલ પીટતાં પીટતાં સુદર્શનને ગામમાં ફેરવવા માંડ્યા અને ઉદ્દઘોષણા કરતાં કરતાં કહેતા હતા કે, સુદર્શને રાણીવાસમાં ગુનો કર્યો છે, માટે તેનો વધ કરવામાં આવે છે. રાજઆજ્ઞા છે, પણ એમાં રાજાનો દોષ નથી
આટલું આટલું થવા છતાં સુદર્શન તો પોતાના ધ્યાનમાં પૂર્વવત્ સ્થિર જ રહ્યા. પોતે સર્વથા નિર્દોષ હોવા છતાં, કેવળ સદાચારની રક્ષા ખાતર આવી આફતનું ભોગ થવું પડ્યું. પોતાના ઉપર દુરાચારીનું કલંક આવે એમાં પૂર્વકાલીન અશુભોદય આવ્યો હોય તો જ બને. નિર્દોષ હોવા છતાં દોષિત કરીને તે માટેની શિક્ષા ખમવાનો વખત આવી લાગ્યો.
સુદર્શનને આમ ગામમાં ફેરવતાં ફેરવતાં તેમના ઘર આગળ તેમને લાવ્યા. તેની સ્ત્રી મહાસતી મનોરમાએ આ બધું જોયું, સાંભળ્યું અને વિચાર્યું. મારા પતિ સદાચારી છે. મારા પતિ આવું કામ કરે જ નહીં. ખરેખર પૂર્વના અશુભ કર્મનું જ ફળ ઉપસ્થિત થયું છે. તેણે મનોમન નિશ્ચય કર્યો કે, જ્યાં સુધી મારા પતિ ઉપર આવેલી આ આફત ટળે નહીં ત્યાં સુધી કાયોત્સર્ગમાં રહેવું અને અનસન કરવું.
મહાસતી મનોરમાની આ દ્રઢ પ્રતિજ્ઞા અને સુદર્શન શેઠનું પવિત્ર શીલ આખરે જ્ય પામ્યાં. અસત્યનાં ગાઢ આવરણો ભેદાયાં. રાજાના નોકરોએ સુદર્શન શેઠને શૂળી ઉપર ચડાવતાં શૂળી તૂટી ગઈ અને આશ્ચર્ય સાથે એક સોનાના સિંહાસન ઉપર દેખાયા અને સુદર્શન શ્રેષ્ઠીનો જયજયકાર થયો. શાસન દેવતાએ આ અવસરે રાણીની પોલ ખુલ્લી પાડી દઈને રહસ્યનો ઘટસ્ફોટ કર્યો. રાણી પરદેશ પલાયન થઈ ગઈ.
રાજાએ શેઠને આદર સહ નમસ્કાર કર્યા અને આ અપરાધ બદલ માફી માગી. બન્નેએ એકબીજાને ખમાવ્યા. અનુક્રમે સંયમ લઈને સુદર્શન શેઠ કેવળજ્ઞાન પામી મુક્તિપુરીમાં પહોંચ્યા.