________________
જૈન શાસનના ચમકતા હીરાઓ [ ૧૨૫
રાણીના પૂછવાથી કપિલાએ પોતે સુદર્શન સાથે સંબંધ કરવા પોતે અનુભવેલી વાત અથથી ઇતિ સુધી કહી સંભળાવી
રાણીએ કહ્યું, 'તારી સાથે આમ બન્યું? જો તું કહે છે એમ ખરેખર બન્યું હોય તો તું છેતરાઈ છો ! સુદર્શન બંડળ છે એ વાત પરસ્ત્રી માટે, સ્વસ્ત્રી માટે તો ભરપૂર પુરુષત્વવાળો તે છે. આ સાંભળી કપિલાને અત્યંત ખેદ થયો. એના હૈયામાં ઈર્ષા જન્મી અને એણે અભયાને જણાવ્યું, હું તો મૂઢ છું તે છેતરાઈ પણ તમે તો બુદ્ધિવાળાં છો. તમારામાં એવી આવડત હોય તો અજમાવો અને સુદર્શન સાથે ભોગ ભોગવો.
અભયાએ ગર્વથી કહ્યું, મુગ્ધ ! રાગથી જો મેં હાથ પકડ્યો હોય તો પથ્થર પણ પીગળી જાય તો પછી સંજ્ઞાવાળા પુરુષને માટે તો કહેવાનું જ શું હોય? ચાલાક રમણીઓએ તો કઠોર વનવાસીઓને અને તપસ્વીઓને પણ ફસાવ્યા છે તો આ તો મૂદુ મનવાળો ગૃહસ્થ છે.
ઈર્ષાથી સળગતી કપિલાએ કહ્યું, દેવી! એવો ગર્વ ન કરો! જો એવો ફાંકો જ હોય તો સુદર્શન સાથે રમો. કપિલાના આવા કથનથી અભયાનો ગર્વ વધી પડ્યો. એણે કહ્યું, 'એમ છે! તો તું સમજી લે કે હું સુદર્શનની સાથે રમી જ ચૂકી.' આટલું કહીને અહંકારના આવેશમાં ભાન ભૂલીને અભયાએ પ્રતિજ્ઞા કરી, સુદર્શનની સાથે જો હું રતિક્રીડાન કરું અને જો હું તેને ફસાવી શકું નહીં તો હું અગ્નિમાં પ્રવેશ કરીશ.'
રાણી અભયાએ પોતાના મહેલે આવી પોતાની આ કારમી પ્રતિજ્ઞાની વાત પોતાની પાસે રહેતી પંડિતા નામની ધાવમાતાને કરી
ધાવમાતાએ તેને કહ્યું, તેં ઠીક કર્યું નહીંતને મહાન આત્માઓની પૈર્યશક્તિની ખબર નથી. સાધારણ શ્રાવક પણ પરવારીનો ત્યાગી હોય છે તો આ તો મહાસત્ત શિરોમણી શ્રાવક એવા સુદર્શન માટે તો તારી ધારણા મુજબ બનવું લગભગ અશક્ય છે. પણ ગર્વિષ્ઠ અભયા એમ સમજે એવી નહોતી તેણે કહ્યું, ગમે તેમ કરી સુદર્શનને એક વખત યેનકેન પ્રકારે મારા આવાસમાં લઈ આવ પછી બધું હું સંભાળી લઈશ. પંડિતા આખર તો એક નોકરાણી જ અને એથી તેની તાબેદાર જ હતી.
પંડિતાએ કહ્યું, મને એક જ રસ્તો ઠીક લાગે છે. તેને સમજાવી ફોસલાવી અહીંનહીં લાવી શકાય. ફક્ત એ જ્યારે પર્વના દિવસે શૂન્ય ઘર આદિમાં કાયોત્સર્ગ કરે છે, તે વખતે તેને ઉપાડી લાવવા જોઈએ. બાકી બીજો ઉપાય દેખાતો નથી. રાણીએ પણ જણાવ્યું, એ ઠીક છે, તું એમ કરજે !
શહેરમાં કૌમુદી મહોત્સવનો સમય આવ્યો. આ મહોત્સવ જોવા નગરના પ્રત્યેક જને આવવું એવું રાજ્યનું ફરમાન નીકળ્યું. તે દિવસે ધાર્મિક પર્વ હોવાથી સુદર્શન શેઠે રાજા પાસે