________________
જૈન શાસનના ચમકતા હીરાઓ ) ૧૦૮
તેમણે ભદ્રસેનને પૂછ્યું, 'બોલ ભાઈ, તારી શી ઇચ્છા છે ? ભદ્રસેને મજાકમાં કહ્યું, “હા, મહારાજ ! વાત સાચી છે. સંસારમાં કંઈ સાર નથી, મને દીક્ષા આપી દો તો મારું કલ્યાણ થશે. ને સૂખપૂર્વક રહેવાશે.
આચાર્યશ્રી આ લોકોની ટીખળ સમજી ગયા, પણ હવે આ યુવકોને પાઠ શીખવવો જ જોઈએ એમ જાણી ભદ્રસેનને કહ્યું, “અલ્યા ભાઈ, તારે દીક્ષા લેવી જ છે ? બરાબર સમજીને કહે છે ને ? ફરી તો નહીં જાય ને ?” ભદ્રસેન હજુ પણ મજાકમાં કહે છે, "ના મહારાજ ! ફરે એ બીજા ! દીક્ષા લેવી છે, ચાલો આપો, હું તૈયાર છું."
શ્રી ચંદ્રસૂરિજી એક બીજા યુવાનને બાજુમાં થોડેક દૂર પડેલી રાખ ભરેલી માટીની કુંડી પડી છે, તે તેને લાવવા કહે છે. તે યુવાન લાવી આપે છે અને આચાર્ય ભદ્રસેનના માથે ચોળી વાળનો લોચ કરી નાખે છે. આ આચાર્યશ્રીનો રોષ, તેમની મુખમુદ્રા જોઈ યુવાનો સ્તબ્ધ થઈ ગયા અને આ તો હસવામાંથી ખસવું થઈ ગયું એમ જાણી ભાગવા તૈયારી કરી અને ભદ્રસેનને કહ્યું, "ચાલ, હવે ઘણું થયું. સાધુઓને વધારે સતાવવામાં સાર નહિ, ચાલ અમારી સાથે, દોડ અને ભાગી છૂટીએ."
પણ ભદ્રસેન હવે ઘેર જવા ના પાડે છે. તેના હૃદયમાં નિર્મળ વિચારણા જાગે છે અને મનોમન કહે છે, “હવે હું ધેર કેમ જાઉં ? મેં મારી મેતે માગીને વ્રત સ્વીકાર્યું છે. હવે નાશું તો મારી ખાનદાની લાજે. મારું કુળ કલંકિત થાય, હવે તો વિધિપૂર્વક ગુરુમહારાજ પાસે વ્રત લઈ મારા આત્માનું કલ્યાણ સાધું ! વગર પ્રયત્ને અનાયાસે આવો ઉત્તમ માર્ગ મને મળી ગયો. મારું તો શ્રેય થઈ ગયું.” આવી વિમળ વિચારણા કરી તે આચાર્યશ્રીને વિનંતી કરે છે કે, “ભગવન્ આપ કૃપા કરી મને સંસારસાગરથી તાર્યો. આપ વિધિપૂર્વક વ્રત આપી મને કૃતાર્થ કરો. આપનો અનંત ઉપકાર મારા ઉપર છે."
ત્યાર બાદ આચાર્યશ્રી ચંડરુદ્રચાર્ય તેને વિધિપૂર્વક વ્રત ઉચરાવે છે અને ભદ્રસેન હવે ભદ્રસેનમુનિ બને છે. નૂતન દીક્ષિત હવે વિચારે છે કે, મારાં મા, બાપ, સાસુ, સસરા, પત્ની વગેરે ઉજ્જિયનીમાં છે તે બધાં અત્રે આવી મને દીક્ષામાંથી ખસેડી ઘરે લઈ જશે. પણ હવે કોઈ રીતે મારે આ માર્ગ છોડવો નથી. એટલે ગુરુમહારાજને હાથ જોડી વિનંતી કરે છે. “ભગવાન, મારું કુટુંબ મોટું છે. તેઓને આ યુવાનો ખબર આપી દેશે તેથી તેઓ મને લેવા ચોક્કસ આવશે અને બળજબરીથી પણ અહીંથી લઈ જવા પ્રયત્ન કરશે. આપણો ગચ્છ તો વિશાળ છે. બધા સાથે તાત્કાલિક તો વિહાર