________________
જૈન શાસનના ચમકતા હીરાઓ [ ૭૮
| શ્રી ઈલાચીકુમાર
ઈલાવર્ધન નામે નગરમાં જિતશત્રુ નામે રાજા રાજ્ય કરતો હતો. તે ગામમાં ઇભ્ય નામનો શેઠ અને ધારિણી નામની તેની સદ્ગણી સ્ત્રી રહેતાં હતાં. તેઓ સર્વ પ્રકારે સુખી હતાં પણ સંતાન ન હોવાનું એક જ દુ:ખ હતું. આથી દંપતીએ અધિષ્ઠાયિકા ઈલાદેવીને આરાધીને કહ્યું, "જો અમને પુત્ર થશે તો તેનું નામ તારા નામે સ્થાપશું, અનુક્રમે તેમને પુત્ર થયો અને તેમની માન્યતા મુજબ તેનું નામ ઇલાચીકુમાર પાડ્યું.
આઠ વર્ષનો થતા ઇલાચીકુમારને ભણવા માટે અધ્યાપક પાસે મૂક્યો. તે શાસ્ત્રો સૂત્રાર્થ સહિત ભણ્યો. તે યૌવન અવસ્થામાં આવ્યો પણ યુવાન સ્ત્રીઓથી જરા પણ મોહિત થયો નહીં. પરંતુ સાધુની પેઠે ઘરમાં વર્તન કરતો રહ્યો. આથી પિતાએ વિચાર્યું કે, આ પુત્ર ધર્મ, અર્થ અને કામ એ ત્રણેમાં પ્રવીણતા નહિ મેળવે તો એનું શું થશે? એટલે તેને વ્યસની લોકોની ટોળીમાં મૂક્યો. આથી તે જૈનકુળના આચારવિચાર ન પાળતાં, આસ્તે આસ્તે દુરાચારી થતો ગયો.
એવામાં વસંત ઋતુ આવી એટલે ઇલાચી પુત્ર તેના કેટલાક સાથીદારો સાથે ફળ અને ફૂલથી શોભી રહેલા એવા વનમાં ગયો જ્યાં આમ, જાંબુ વગેરે ફળ તથા સુગંધમય ફૂલોનાં વૃક્ષો હતાં. ત્યાં લંખીકાર નામના નટની પુત્રીને તેણે નૃત્ય કરતાં જોઈ, તેણીને અંગીકાર કરવાની ઇચ્છા થઈ. આ ઇચ્છા ફરી ફરી થવા લાગી અને તે દિગમૂઢ થઈ પૂતળાની માફક ઊભો રહી ગયો. મિત્રો ઈલાચીકુમારના મનોવિકારને સમજી ગયા અને તેને સમજાવી ઘરે લઈ ગયા. ઘરે ગયા બાદ તે રાત્રીએ સૂતો પણ લેશમાત્ર નિદ્રા આવી નહીં. કારણ કે તે નટપુત્રીને ભૂલી શક્યો નહીં
આવી સ્થિતિ જોઈ તેના પિતાએ તેને પૂછ્યું. હે પુત્ર, તારું મન કેમ લગ્ન છે. તારો કોઈએ અપરાધ કર્યો છે?" પણ ઇલાચીકુમાર મૌન રહ્યો, જવાબ આપી શક્યો નહીં. તેથી તેના પિતાએ તેના મિત્રો દ્વારા જાણ્યું કે તે નટ પુત્રી ઉપર મોહિત થયો છે અને તેની સાથે પરણવાની ઇચ્છા છે ! પુત્રે જવાબ આપ્યો, “પિતાજી, હું સન્માર્ગ પ્રવર્તનાદિ સર્વ સમજું છું. પણ લાચાર છું. મારું મન તેણીને વિષે જ લાગેલું છે." પિતાજી સમજી ગયા કે મેં જ ભૂલ કરી હતી. તેને કુસંગતિમાં મૂક્યો તેનાં ફળ