________________
શ્રી અચલગચ્છીય લેખ-સંગ્રહ
અર્ધ રણ
જ
જ
જેઓશ્રી પિતાના દીર્ઘકાળના દીક્ષા પર્યાયના પ્રતાપે, ઉત્કૃષ્ટ જ્ઞાન, વિવેકયુક્ત વિદ્વત્તા અને વિશુદ્ધ ચારિત્રના બળે, અને પરમ ત્યાગ, સચિંતન અને વિનમ્રતાના પ્રભાવે,
• શ્રી વેતામ્બર મૂર્તિપૂજક જૈન સાધુ-સમાજમાં ઉન્નત સ્થાન ધરાવે છે, જેઓશ્રી પિતાના ગચ્છ માટે ગૌરવ ધરાવતા હોવા છતાં સામાજિક ઐક્યના હિમાયતી રહી, ગચ્છ-મત-સંપ્રદાયમાં ક્ષણે ક્ષણે દષ્ટિગોચર થતા રૂઢિગ્રસ્ત જડવાદથી
સર્વથા પર છે,
અને જેઓશ્રી પિતાનું શારીરિક સ્વાથ્ય સતત નાજુક રહેતું હોવા છતાં ધર્મના ઉદ્યોત
' માટે અપરિમિત પરિશ્રમયુક્ત કાર્યો સદા-સર્વદા ઉત્સુક છે, એવા બાલબ્રહ્મચારી, પંચમહાવ્રતધારી, અધ્યાત્મનિષ્ઠ, શાંતમૂર્તિ, શાસન-પ્રભાવક,
વ્યાખ્યાન વાચસ્પતિ, વિદ્ધવર્ય
પરમપૂજ્ય આચાર્ય દેવશ્રી ૧૦૦૮
શ્રી નેમસાગરસૂરીશ્વરજી મહારાજ સાહેબના અનુપમ ગુણે અને વિદ્વત્તા માટે અમે ગૌરવ લઈએ છીએ અને તેઓશ્રી પ્રત્યેની અમારા પૂર્ણ સન્માનની ભાવનાથી પ્રેરાઈ ગચ્છના એક દસ્તાવેજ સમાન આ ઐતિહાસિક ગ્રંથને તેઓશ્રીના પુનિત કરકમળમાં સાદર અર્પણ કરતાં
યત્કિંચિત્ કૃત કૃત્ય થયાનો સંતોષ અનુભવીએ છીએ.
મુંબઈ વિ. સં ૨૦૨૧ તા. ૨૦-૧-૬૫
સંતચરણે પાસક,
પ્રકાશકે ના સવિનય વંદન