________________
૨૬
પૂ॰ જયંતવિજયજીએ તે તી રક્ષાની વાત કરી. પરંતુ દિન-પ્રતિદિન નષ્ટ થતા જતા આવા અત્યંત મહત્ત્વના લેખા—જેમાં આપણા પૂર્વજોના મહાન વારસે સમાયેલે છે, તેની વ્યવસ્થા અને જાળવણી માટે સમસ્ત જૈન સમાજ પ્રયત્નશીલ બને અને તેને પ્રકાશિત કરી સશોધનના ક્ષેત્રાના બધાયે દ્વારા ખુલ્લા કરી દે એવી વિનતિ સાથે હું મારું વક્તવ્ય પૂર્ણ કરૂ છું.
આ સગ્રહ ૫. પૂર્વ આચાર્યદેવ શ્રી નેમસાગરસૂરિજી મહારાજની પ્રેરણાથી અસ્તિત્ત્વમાં આવ્યા હાઇ એમના હું અંતઃકરણપૂર્વક ઋણી છું. શ્રી મુલુંડ અ'ચલગચ્છીય જૈન સમાજના, મુરખ્ખી શ્રી ખીમજી ઘેલાભાઇ ખેાના, જેમણે મને આ સ`ગ્રહ તૈયાર કરવામાં ઉપયાગી માર્ગદર્શન અને સહાય આપી મને પ્રવૃત્ત રાખ્યા છે, તેમના તેમજ ગ્રંથપ્રકાશન કરવા માટે શ્રી અનતનાથ ટ્રસ્ટ મ`ડળના જેટલા આભાર માનું તેટલા એછે છે. દૂરદૂરના સ્થળાના લેખા માકલાવીને આ સગ્રહને વધુ ઉપયેગી બનાવનાર અનેક મહાનુભાવાના પણ આ સંગ્રહના સ*પાદનમાં હિસ્સા હાઈને એ બધાના આભાર માનવાની તક પણ હું અહીં ઝડપું છું.
શ્રી અનંતનાથ ટ્રસ્ટે હવે પછી “ કચ્છ-લેખસંગ્રહ ” પ્રકાશિત કરવાના નિર્ણય કર્યાં છે અને તેના સરંશાધન અને સંપાદનનું કાય મને સોંપ્યું છે, તે માટે તેમને આભાર માનવાની સાથે એવી આપેક્ષા રાખું છું કે આ સંગ્રહ. તૈયાર કરવામાં જેમ અધાને સુંદર સહકાર સાંપડ્યો છે એવા જ સહકાર “ કચ્છ-લેખસ'ગ્રહ ” તૈયાર કરવામાં પણ મને મળશે. ઉક્ત કાર્ય માટે હું કચ્છ, હાલાર તેમજ દેશાવરાના ચાગ્ય સમયે પ્રવાસ કરીશ.
આ સંગ્રહ જો કેાઈને ક્યાંયે ઉપયેગી થશે તે મારા બધા શ્રમ હું સાથ ક થયા ગણીશ.
પાલીતાણા,
તા. ૧૯-૭-૬૪.
}
પા