________________
* પ્ર સ્તા વ ના *
અંચલગચ્છના ઇતિહાસ ઉપર પ્રકાશ પાડતા તામ્રલેખા, શિલાલેખા, પાષાણુપ્રતિમાલેખા કે ધાતુમૂર્તિલેખા ઇત્યાદિના આ સંશોધનાત્મક ગ્રંથ રજૂ કરતાં એવડા આનંદ અનુભવું છું. એક તા કાળના અવિરત પ્રવાહ સાથે વિલાઇ જતાં કે અદૃશ્ય થતાં મહુત્ત્વના લેખા—જે આપણા પૂર્વજોએ કરેલા પ્રશતકાર્યને વિશદ્ રીતે વર્ણવે છે અને ગતકાલીન તેજવતા યુગને પ્રતિષ્ઠિ'બિત કરે છે—તે બધાને, આપણા પૂર્વજોના મહાન વારસારૂપે, શબ્દદેહ દ્વારા જાળવી રાખવા માટે અલ્પ પ્રયાસ કરવાની મને મળેલી અમૂલ્ય તક માટે. ખીજું, આવા ઉત્કીણુ લેખા, જે સાંસ્કૃતિક, ધાર્મિક, સામાજિક કે રાજક્રીય ઇતિહાસના અભ્યાસ તથા સશાધન માટે મહત્ત્વની સામગ્રી પૂરી પાડે છે અને ખૂટતી કડીઓ સાંધે છે, તેમને સ ંગ્રહિત કરી વિદ્વટ્સમાજ સમક્ષ મૂકવાના મને પ્રાપ્ત થયેલા બહુમાન માટે.
ઉપચાગિતા :
ઐતિહાસિક સાધનામાં શિલાલેખા, તામ્રપત્રા અને સિક્કાએ સૌથી વધારે મહુત્ત્વના નિઃશક રીતે પ્રમાણિક ગણાય છે, કારણ કે તેમાં જે હકીકત આલેખાયેલી હાય છે તે બની ગયેલી હેાય છે. કિંવદન્તી કે અતિશયાક્તિને તેમાં બહુ જ અલ્પ સ્થાન મળે છે. કૃત્રિમતાના સ'ભવ તેમાં કલ્પી શકાતા નથી. આથી પુરાતત્ત્વજ્ઞા જેટલા વિશ્વાસ એ સાધના ઉપર રાખે છે તેટલેા ગ્રંથા ઉપર રાખતા નથી. ગ્રંથકારા પેાતાની હયાતીમાં બનેલી અને પેાતે ખાસ અનુભવેલી ઘટનાઓમાં પણ અતિશયાક્તિ અને અલકારિક હકીકતા પેાતાના ધર્માનુરાગ કે વ્યક્તિગત પક્ષપાત કે પૂર્વગ્રહને આધિન થઈ ઉમેરીદે છે. તે પછી શતાબ્દીઓ પૂર્વે થઈ ગયેલા અને જનસમાજમાં બહુ જ પૂજ્ય કે માનનીયરૂપે ગણાઈ ગયેલા નરવીરાના જીવનવૃત્તો માટે તે પૂછવું જ શું ?
ખીજું, નાશ પામેલા હસ્તલિખિત ગ્રંથાની ખૂટતી ઇતિહાસકડીએ આવા લેખા પૂરી પાડે છે. “ અશાક કે કનિષ્ક જેવા રાજાએ જેમનું નામ પણ જનસમાજના વાતાવરણમાં અસ્તિત્ત્વ ધરાવતું ન હતું તેમના વિષયમાં, ફક્ત પથ્થરની શિલાઓ ઉપર ખાદેલી