________________
૨૯
રહી છે. એવા અનેક દ્રષ્ટાંતે પ્રત્યક્ષ અનુભવાઈ રહ્યાં છે. જે હવે પછી આગળ નેધવામાં આવશે.
અંતરિક્ષ પાર્શ્વનાથનું તીર્થ જૈન અને અને જનતામાં ઘણું જ પ્રસિદ્ધિને પામેલું છે. વિદર્ભ દેશમાં આ તીર્થ શીરપુર ગામમાં હજાર વર્ષોથી અડીખમ ઉભેલું છે. હજારે ગામના યાત્રાળુઓ સંઘ સાથે આવેલનાં પ્રમાણે તીર્થની વહીમાં મળી આવે છે. અહીં તીર્થમાં બે પ્રતિષ્ઠાએ આજ સુધીમાં થઈ છે. એક આચાર્ય અભયદેવસૂરિ મહારાજ અને બીજી ભાવવિજયજી મહારાજના હાથે, એમ ઈતિહાસથી પૂરવાર થયું છે એટલે આ તીર્થ વેતામ્બરીય છે એવું અનેક તર્ક અને પ્રમાણેથી નિશ્ચિત થયેલું છે. વચલા ગાળામાં કેટલાક દિગમ્બરેએ શ્વેતામ્બરોને હેરાન કરવા અને તીર્થ પચાવી લેવા કેશિષ કરી પણ છેલ્લે કર્મોના શરણે જતાં સઘળીય કેર્ટોમાં વેતામ્બરને વિજય થયો છે. ઠેઠ વિલાયત પાર્લામેન્ટ સુધી આ કેસ પહોંચે પણ દરિયાપાર પણ સત્યને જ જય થયો. એનું મેટું ઈંગ્લીશ ભાષામાં જજમેન્ટ છે. જેને સાર એ છે કે આ તીર્થ વેતામ્બરીય છે. વેતામ્બરે જૂના સમયથી વહીવટ કરતા આવ્યા છે એવાં અનેક ઐતિહાસિક પ્રમાણે છે. અહીં સર્વાધિકાર વેતામ્બને છે. કછેટે, ચક્ષુઓ, તેમજ ગમે ત્યારે લેપ કરવો હોય ત્યારે શ્વેતામ્બરે સ્વતંત્રતાથી કરી શકે છે, આ ઉચ્ચાધિકારીને પ્રાંતે નિર્ણય આવ્યો અને ફક્ત દિગમ્બરોને ચાલતા ટાઈમ ટેબલ પ્રમાણે પૂજાને અધિકાર બાકી અન્ય સર્વ અધિકાર શ્વેતામ્બરીય પેઢી તરફથી ચલાવી શકાશે.