________________
દેવતાએ કહ્યું કે હે રાજન્ ! આ જળને મહિમા-ઈતિહાસ તમેને કર્ણને પ્રિય અને ચમત્કારભર્યો હું સંક્ષેપમાં સંભબાવું છું. એક ચિત્તથી સાવધાન થઈને શ્રવણ કરે!
હે રાજા ! ઘણા સમય પહેલાં રાવણના સેવકે ખરદૂષણ સેવકેએ અર્ચના એક પાર્શ્વનાથ ભગવાનની શ્યામવર્ણી અને પ્રશાંતરસ નીતરતી પ્રતિમા બનાવી હતી. જે પ્રતિમા ખર-દૂષણે અર્ચન કરીને સ્વ-વિદ્યાસિદ્ધિથી વાકાય બનાવી અને રક્ષણાર્થ, આશાતનાને ટાળવા આ જળાશય છે તેમાં મધ્ય ભાગના ફૂપમાં પધરાવી હતી જેને આજે લાખે વર્ષ વ્યતીત થઈ ગયા. પણ એ મૂર્તિના પ્રબલ-પ્રભાવથી આ જળાશયનું જળ ચમત્કારી રહે છે. જલના સ્પર્શમાત્રથી ભયંકર વ્યાધિઓ નહીવત્ થઈ જાય છે. - શ્રીપાલ મહારાજા દેવેન્દ્ર વાણું શ્રવણ કરીને ઘણું જ હર્ષિત થયા. સ્વકૃત નિશ્ચય સિદ્ધ થયેલ લેવાથી માંચિત થયા અને દેવને કહ્યું કે એ મૂર્તિના મને દર્શન કરાવે અને મૂર્તિ મને અર્પણ કરે એવી નમ્ર પ્રાર્થના કરી પણ દેવે કંઈ પણ જવાબ ન આપ્યું અને અદ્રશ્ય થઈ ગયા. પુનઃ શ્રીપાલ રાજાને તીવ્ર કામના જાગી કે એ પ્રભુના દર્શન કરવા જ જોઈએ. એ ભવ્ય લાખ વર્ષની પુરાણી મૂર્તિની પ્રાપ્તિ કરવી જ જોઈએ.
રાજાએ તપશ્ચર્યા ચાલુ રાખી, આસન પણ દ્રઢ જમાવ્યું અને ધ્યાન પણ એકતાન થઈને શરૂ કર્યું. એકાગ્રતાને કરંટ પુનઃ દેવને સ્પર્યો અને પ્રત્યક્ષ થઈને શ્રી ધરણેન્દ્રદેવે જણાવ્યું