________________
'પ્રકારના વર્ણ-આકૃતિ-રંગવાળા હોય છે અને શરીરમાં નિયત કરાયેલા ભાગોમાંથી જ તે ઉત્પન્ન થાય છે. એટલે ત્યાં તે પોતાનું સ્વામિત્વ ધરાવે છે. તેથી મંત્રસ્વરો સ્વ, દીર્ઘ કે પ્લત જે રીતે ઉચ્ચાર કરવાના કહ્યા હોય તે રીતે કરવાથી શરીર શુદ્ધિ, હૃદયશુદ્ધિ, નાડીશુદ્ધિ ઉત્તરોત્તર થતી જાય છે. તે પ્રાણની ગતિને પણ નિયમિત કરે છે. પ્રાણની ગતિ નિયમિત થાય ત્યારે મન કાબૂમાં આવે છે અને મનનો દૃઢ કાબુ એકાગ્ર લયલીન અવસ્થામાં સાધકને સ્થિર કરે છે. તે પછીના શુદ્ધમંત્ર જાપના રુપ, રંગ આકારોમાં મંત્રદેવતા આવીને તેટલો સમય રહી ભક્તના મનોવાંછિત પૂર્ણ કરે
( પુનઃ પુનઃ તે મંત્રણા એટલે ગુહ્ય કથન, એ પોતાના સ્થલ સ્વરૂપનો ત્યાગ કરી નિસીમ સ્વરુપ નું ભાન કરાવે છે. એ ભાન જેમ જેમ દેઢ દેઢતર થતું જાય છે તેમ તેમ સાધકને સંકલ્પ, - વિકલ્પમાંથી મુક્ત કરી નિર્વિકલ્પ અવસ્થાની પ્રાપ્તિ કરાવવા સમર્થ બને છે તેથી મંત્ર સિદ્ધ કરવા અનુભવી ગુરુની, શારીરિક માનસિક બળની અને ધીરજની વધુ જરૂર પડે છે. આમ્નાય અને વિશ્વાસબાહુલ્ય એ બે મહત્વના સહકારી કારણો છે. તેમાં પણ ગુરુ, મંત્ર, દેવતા, પ્રાણ અને આત્મા એ બધા જ્યારે એક બને ત્યારે મંત્રદેવતા શીઘપણે પ્રગટ થાય છે તેનું આલંબન માતૃકાક્ષરો છે તેને જ્ઞાનશક્તિ સાથે ગાઢસંબંધ છે. તે માતૃકા ચાર પ્રકારની છે. (૧) વૈખરી (૨) મધ્યમાં (૩) પશ્યન્તી (૪) પરા.
૧) વૈખરી એ મુખથી બોલાતી વાણી. er,
(૨) મધ્યમા એ હૃદયમાંથી બોલાતી વાણી - ૩) પશ્યન્તી એ નાભીગત સૂક્ષ્મ સ્વરુપે રહેલી વાણી
૪) પરા એ આત્મજ્યોતિ છે જ્યાં કેવળજ્ઞાનનો ઝળહળતો સૂર્ય પ્રકાશે છે.
પરાવાણીનું ઉપાદાન પશ્યન્તી વાણી બને છે. પશ્યન્તીનું કારણ બીજી મધ્યમાં વાણી બને છે અને વૈખરીના માધ્યમથી મધ્યમા વાણી સુધી પહોંચાય છે. તેની પ્રદાતા શ્રી સરસ્વતી દેવી ગણાય છે. તે ઉત્તરોત્તર કૈવલ્યના દ્વાર સુધી પહોંચાડે છે. મૃતદેવીની પ્રસન્નતા, કૃપા મંત્રમાર્ગથી સુલભ બને છે. પરંતુ મંત્રાનુષ્ઠાન કરતા પહેલા યોગ્યતા, પાત્રતા ખાસ કેળવવી પડે છે.
પછી મંત્ર સાધના ન કરવી
આજના કાળે શરીર અને મનોબળ જેનું પુરતું ન હોય તેઓએ આ વિભાગમાં ઊંડા ન ઊતરવું. પુણ્યના ઉદયથી જ શ્રેષ્ઠમંત્રને તેના સાધનો સારી રીતે પ્રાપ્ત થાય છે. વિશિષ્ટ પ્રારબ્ધ અને પુરુષાર્થથી જ મંત્ર ફળે છે. આ કાળમાં અલ્પપુણ્યશાળીને કોઈ મંત્ર તાત્કાલિક ફળ ન આપે તો બીજી, ત્રીજી વાર તેની સાધના, વિશેષ શુદ્ધિથી કરવી, ત્રણ વાર કર્યા પછી પણ કોઈ ફળ ન દેખાય તો મંત્રસાધન છોડી દેવું - આ અંગે વિશેષ ગુરુગમથી જાણી લેવું. -