________________
"મશાળા છે. સર ચીજ મળે છે. અહીંથી માઈલ ૬૬ જેપુર જવું. ભાડું છું. ૦–૧૧-૦
૧૮૩ જેપુર સ્ટેશન ઉપર ધર્મશાળા તથા બજાર છે. રાત્રિના દસ વાગ્યા પછી શહેરમાં જવા દેતા નથી. સ્ટેશનથી ગાઉ બે શહેર છે. ધરમશાળા સાંગા, નેર દરવાજાની પાસે છે. દેરાસરે ચાર છે. દાદાજીનું સ્થાન છે, સરવ જણસભાવ મળે છે. શહેરની બાંધણી અને રેણુક જોવાલાયક છે.
અહીંથી કેસ ૩ ઉપર પગરસ્તે આમેર તથા બીજી બાજુ કેસ ૩ ઉપર સાંગાનેર જવું.
૧૮૪ આમેર, દેરાસર તથા ધરમશાળા છે. અહીંથી જેપુર પાછા આવી ગાઉ ત્રણ પગરસ્તે સાંગાનેર જવું.
૧૮૫ સાંગાનેર, દેરાસર તથા ધરમશાળા છે. અહીંથી પાછા જેપુર પગરસ્તે આવવું ત્યાંથી મેલ ૫૫ શ્રી કુચામન રોડ જવું ભાડુ રૂ. ૦–૮–૦
૧૮૬ ચામન રોડ, દેરાસર તથા ઉતરવાની જગા છે જણસ સર્વે મળે છે. અહીંથી અજમેર થઈને શ્રી મારવાડ જકશન આવવું અને ત્યાંથી મેલ ૧૯ પાલી શહેર જવું ભાડુ રૂ. ૭-૩-૦
૧૮૭ પાલી, શહેરમાં ધર્મશાળા તથા દેરાસરે ૮ છે. શહેરની બહાર પાડ ઉપર દેરાસર છે, જણસભાવ સર્વ મળે છે. અહીંથી માઇલ ૨૫ લુની જંકશન ઉતરી ત્યાંથી બીજી રેલગાડીમાં માઈલ ૫૦ બોલતરા સ્ટેશન જવું, ભાડુ રૂ. ૦–૧૩-૯