________________
પ્રસ્તાવના.
કચ્છસુજ્ઞ શ્રી સકળ સંધને આ પુસ્તકની પ્રસ્તાવના કરતાં સવિનય વિદિત કરવાની રજા લઉં છું કે, ભારતવર્ષમાં તેમજ વિદેશમાં ઘણા અપૂર્વ પ્રાચીન અને અર્વાચીન જૈન તી છે. તીર્થ યાત્રાનું પૂળ શાસ્ત્રમાં ઉ૪ વર્ણવેલ છે. જે યથાસ્થિત છે, કેમકે તીર્થપર જેવી મનની શુતિ થાય છે તેવી બીજે કોઈપણ સ્થળે થવી મુશ્કેલ છે. તેથી તીર્થ યાત્રા અવશ્ય કર્તવ્ય છે. જેથી કરીને ભવ સ્થિતિ પરિપાક થતાં સિવવધુ સન્મુખ આવે છે. માટે સર્વેએ પ્રતિવર્ષે વધારે ન બને તે એક પણ તીર્થની યાત્રા તે અવશ્ય કરવી યોગ્ય છે, અને તે મુજબ જૈન બંધુઆદિ કરે પણ છે. પરંતુ તેવા વીની યાત્રા કરવાના સુગમ માર્ગ દર્શાવનાર અદ્યાપી પર્વત ગુજરાતી ભાષામાં એક પણ પુસ્તક નહીં હોવાથી યાત્રીકોને જાત્રાએ જતાં આવતાં કેટલીક મુસીબત પડવાની સાથે નજીકમાં આવેલ જિન પ્રાસાદાના દર્શનને લાભ બરાબર લઈ શકતે નહતો એમ મારા પૂજ્ય મોરબી બંધુ ડુંગરસી ભારમલના અનુભવથી મને માલમ પડતા પડતી અગવડે દુર થાય અને સર્વ જન પ્રાસાદેના દીનને લાભ યાત્રી ભાઈએ લઈ શકે તેવા હેતુથી અનુભવમાં આવેલ, તપાસ કરતા માલમ પડેલ જે જે શહેરો અને ગામમાં જેને પ્રાસાદ છે તેના સુગમ માલમ પહેલા રસ્તા અને તીર્થો દર્શાવનારૂ આ પુસ્તકના પ્રથમ આવૃતિ બહાર પાડેલ હતી, તે જન બંધોને ઘણીજ ઉપયોગી થવાથી અને ખપી જવાથી તેમ મારી તપાસ દરમ્યાન મને વધુને વધુ ખબર મલતી હેવાથી બહુજ લાંબી મુદતે અથાગ મહેનતે આ બીજી આવૃતિ તૈયાર કરી છે અને તે સપયોગી થવાથી મારા મારથ સફળ થતાં હું મને કતાર્થ થયો માનીશ,