________________
૨૯૪
આપ્તવાણી-૧૪ (ભાગ-૪)
પ્રશ્નકર્તા: હા, વિયોગ થઈ જાય એટલે મુક્ત થઈ ગયો. પણ જ્યાં સુધી ફસાયેલો છે ત્યાં સુધી પુદ્ગલની સાથે એનો જન્મ થયા કરે ?
દાદાશ્રી : એનો જન્મ થાય નહીં. દેહ જન્મ-મરે એ સંસારી અવસ્થા, અજન્મા આત્મા
પ્રશ્નકર્તા ઃ આપ જેમ કહો છો એની સાથે લાગેલો તો ખરો જ તો પુદ્ગલનો જેમ જન્મ થયો તેમ આત્માનો સાથે જન્મ થયોને ?
દાદાશ્રી: ના, એથી આપણા લોકો કહે છે ને જીવનો જન્મ થયો! પુગલની અવસ્થા ને આરોપ આત્મા ઉપર કરવામાં આવે છે કે જીવનો જન્મ થયો.
પ્રશ્નકર્તા: મારો પ્રશ્ન એ છે કે આત્મા મારી સાથે સંકળાયેલો છે આજે, મારા આત્માનો મોક્ષ થાય !
દાદાશ્રી : તમે જ છો, તમે જ છો એ.
પ્રશ્નકર્તા: મારો મોક્ષ થાય તો તો સવાલ ઊભો થતો નથી પણ મોક્ષ ન થાય ને ફરીથી જન્મ થાય તો મારી સાથે જે આત્મા સંકળાયેલો છે આજે. એ પાછો એની સાથે ને સાથે રહે છે. તો એ મારો ફરીથી જન્મ થયો તો એની સાથે સંકળાયેલો આત્મા એમને ફરીથી જન્મ થયો ન કહેવાય ?
દાદાશ્રી : અવસ્થા કહેવાય આત્માની. જન્મ તો દેહનો જ કહેવાય ને મરેય દેહ. આત્મા મરી ગયો એમ કોઈ કહેતું નથીને ? દેહ મરી જાય છે ને જન્મય છે તે દેહ. પણ આત્માની અવસ્થા છે અત્યારે, સંસારી અવસ્થા.
પ્રશ્નકર્તા: તો મૃત્યુ જેવી વસ્તુ છે ખરી ?
દાદાશ્રી : મૃત્યુ તો આ જે જન્મેલો છે, તેનું મૃત્યુ થયું. જે જન્મતો જ નથી એનું મૃત્યુય કેવું ? એટલે આત્મા અજન્મા-અમર છે. અને મૃત્યુ તો આ દેહ જભ્યો, માટે એ મરી જવાનો.