SearchBrowseAboutContactDonate
Page Preview
Page 349
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૮ આપ્તવાણી-૧૪ (ભાગ-૪) મન-બુદ્ધિ-ચિત્ત-અહંકાર શું કરે છે એને જોવા અને કોઈ આપણને બીજી કંઈ બાબત પૂછે કે ભઈ, કેટલા વાગ્યા ? એ વ્યવહારિક છે, બીજું-ત્રીજું છે, તો તો આપણે બોલવું જ પડેને, નાછૂટકે ? દાદાશ્રી: હા, પણ એ તો એક પુદ્ગલ જોતા હોય. પ્રશ્નકર્તા: ધારો કે ભગવાન મહાવીર એક પુગલને જુએ છે અને એ વખતે તો ગૌતમ સ્વામી એમને પ્રશ્ન પૂછે તો એ જવાબ નીકળેને? દાદાશ્રી : એ તોય એક જ પુદ્ગલને જોતા હોય, એનો વાંધો ક્યાં છે ? પ્રશ્નકર્તા ઃ તો એ જવાબ બહારનો ભાગ આપને ? દાદાશ્રી : ભગવાન મહાવીર તો જવાબ ન આપે. તે ઘડીએ જે ભાગ હતો તેનો તે જ જવાબ આપે. તે ઘડીએ તેનો તે જ હોય. પ્રશ્નકર્તા: બરોબર છે, પણ બહારનો ભાગ આપણે કોને કહીએ છીએ, એક પુદ્ગલ અને તે સિવાયનો ભાગ ? દાદાશ્રી : બહારનો ભાગ હોતો નથી જોનારને. પ્રશ્નકર્તા: જોનારને બહારનો ભાગ નથી હોતો ? દાદાશ્રી: હંઅ. જે જોનાર અને જાણનાર છે, એને (વિભાવ રૂપી) બહારનો ભાગ હોતો નથી. પ્રશ્નકર્તા તો એમાં જોવાનું અને જાણવાનું જ આવે ફક્ત, એક પુદ્ગલ જોવામાં. દાદાશ્રી : એટલું જ એ જાણવાનું છે આ તું બોલી રહ્યો છું ને, તેને જુએ-જાણે એને જ્ઞાન કહેવાય. પ્રશ્નકર્તા: દાદા, એવું ક્યારે રહેશે ? દાદાશ્રી : આપણે તો એ પ્રયત્નમાં તો હોઈએ ને ! છેવટે આ કરવાનું છે એવું તો બધું હોયને ?
SR No.030077
Book TitleAptavani Shreni 14 Part 04
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2014
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy