SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ (૮.૪) સ્વપરિણામ-પરપરિણામ ૨૨૩ પ્રશ્નકર્તા : લોભ તો હતો નહીં ખાસ. દાદાશ્રી : હતો જ નહીં પહેલેથી, નહીં ? ત્યારે શું હતું ? પ્રશ્નકર્તા : કામ (વિષય) છે. દાદાશ્રી : કામ એ વસ્તુ જુદી છે, પણ તેમાં અહંકાર ના રહ્યો. આ કામમાંથી અહંકાર કાઢી લીધો. કામ એટલે શું, કે અબ્રહ્મચર્ય પ્લસ અહંકાર, એને કામ કહે છે. પછી કામમાંથી અહંકાર કાઢી લીધો તો રહે શું ? અબ્રહ્મચર્ય. એ તો પરપરિણામ છે. તમે આ બધું તાવડો મૂકો અને એમાં એક વસ્તુ નાખો, બીજી નાખો, ત્રીજી વસ્તુ નાખો. તો એ એકદમ લીલો રંગ થઈ જાય તો તમે ના સમજો કે આ શેનું પરિણામ છે ? આ શેનું પરિણામ છે એ સમજી જાવને તમે ? અગર તો એકદમ ઊભરાવા માંડે તો તમે જાણો કે આ શું વસ્તુ પડી ? પ્રશ્નકર્તા : હા, ખબર પડી જાય. દાદાશ્રી : એવી રીતે આ પરપરિણામ ને એ બધું સમજવું પડે. આ સ્વપરિણામ અને આ પરપરિણામ. જેટલા ક્રિયાવાળા છે, એ બધાય પરપરિણામ છે. એ પછી મનની ક્રિયા હોય કે વાણીની ક્રિયા હોય કે દેહની ક્રિયા હોય, એ બધા પરપરિણામ છે અને તે ડિસ્ચાર્જ છે. આ શરીરમાંથી જે કંઈ ચીજો ખરી પડે, તે બધી પરપરિણામ છે. એટલે આ બધા પરપરિણામને સમજવા જોઈએ. પરપરિણામને પરપરિણામ જાણે અને સ્વપરિણામને સ્વપરિણામ જાણે. ક્રોધ થાય એ આપણે જાણીએ કે આ પ૨પરિણામ છે. લોભ થાય તેય જાણીએ કે ૫૨પરિણામ છે અને આ મારા પરિણામ ન્હોય. પરપરિણામની મૂળ ભૂલો તે આપણી પહેલાની ખરી. એ તો આપણે સમજીએ કે એ અહંકાર, એ અજ્ઞાનતા અને એ બધું ભેગું થઈને આ પરિણામ ઊભું થયેલું છે. આજે આપણે એ અહંકારેય નથી અને એ અજ્ઞાનેય નથી. આજે આપણે એના રિસ્પોન્સિબલ નથી.
SR No.030077
Book TitleAptavani Shreni 14 Part 04
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2014
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy