________________
આપ્તવાણી-૧૪ (ભાગ-૪)
આત્મપરિણતિ જાણે, તો સ્વ-પર પરિણતિ ખ્યાલમાં આવે
આ બધા પ૨પરિણતિમાંય નથી. કારણ કે સ્વપરિણતિને ઓળખે તો પરપરિણતિમાં રહ્યો કહેવાય. સ્વપરિણતિને ઓળખતો નથીને, તો પરપરિણતિ શાને ?
૧૯૬
પ્રશ્નકર્તા : સ્વપરિણતિમાં નથી, પરપરિણતિમાંય નથી તો પછી શેમાં છે ?
દાદાશ્રી : પરિણતિ તો આત્માની પરિણતિને જાણે, તેમાં ન રહેવાય તો પોતે પરપરિણતિમાં છે એમ ખ્યાલમાં રહે અને આ તો વાતવાતમાં પરિણિત બોલે.
પ્રશ્નકર્તા : આખા દિવસમાં પચાસેક વખત તો આવતું હશે, શુભ પિરણિત, અશુભ પિરણિત એવું બધું.
દાદાશ્રી : હવે પરિણતિમાં શુભ ને અશુભ હોતું નથી. આ નવી જાતનું તોફાન !
પ્રશ્નકર્તા ઃ સ્વ અથવા તો પર બેમાંથી એક હોય છે.
દાદાશ્રી : બસ, સ્વ-પર પરિણતિ છે. જો આત્માની પરિણતિમાં છે તો સ્વપરિણતિ અને નહીં તો પુદ્ગલ પિરણિતમાં છે. એ જે જાણે છે કે આ આત્મ પરિણતિ છે, માટે મારી આ પુદ્ગલ પિરણિત છે. તેને પરિણિત છે, બાકી બીજાને પરિણિત કેવી ?
પ્રશ્નકર્તા : આ પરપરિણામ જાણે તો તરત જ પાછો સ્વપરિણામમાં આવી જાયને ?
દાદાશ્રી : સ્વપરિણામમાં ના આવી શકે તોય વાંધો નહીં પણ સ્વપરિણતિને જાણતો હોય એ પરપરિણતિ ક્યારે ખસે તેવા પ્રયત્નમાં હોય. ક્યારે પરપરિણતિ જાય એવા પ્રયત્નમાં હોય.
પ્રશ્નકર્તા : તો દાદા, એ લોકો બીજાને કહે કે તમે પ૨પરિણતિમાં છો, તો પોતે ના હોય ત્યારે જ કહેને ?