________________
(૬.૧) સંગમાં એ અસંગ
૧૩૩
દાદાશ્રી: મન-વચન-કાયાની સંગી ક્રિયાઓ સ્થૂળ છે ને હું સૂક્ષ્મ છું. બન્નેને કંઈ લેવાદેવા નથી. આ સંગી ક્રિયાઓ મન-વચન-કાયાની છે. એને આત્માનો સંગ જ ના થાય. અસંગ આત્મા ને સંગ કેવી રીતે કરશો ? એટલે આ મન-વચન-કાયાની સંગી ક્રિયાઓ છે, તેને તું તારી માનું છું ને તું ફસાઉ છું ને તું બંધાઉ છું. આપણું જ્ઞાન કહે છે કે તારી ના માનીશને, તો નહીં બંધાઉં, નહીં તો ફસાઈ જઈશ.
મન-વચન-કાયાની તમામ સંગી ક્રિયાથી હું અસંગ છું. આ અસંગ શબ્દ બહુ મોટો મૂક્યો છે. ત્યારે કહે, સંસારી માણસ અસંગ કેવી રીતે કહેવાય ? તે અમે આ સાયન્ટિફિકલી પ્રૂફ આપ્યું. આ બધી તું સંગી ક્રિયાઓ કરું છું ને, તેનાથી આત્મા જુદો છે. જો, જ્ઞાનીએ કેવો આત્મા જોયો હશે ? મન-વચન-કાયાની તમામ સંગી ક્રિયાથી તદન અસંગ જ છે, એવો આત્મા મેં જોયો છે.
મન-વચન-કાયાની તમામ સંગી ક્રિયાઓથી “શુદ્ધ ચેતન” સાવ અસંગ જ છે. મન-વચન-કાયાની તમામ સંગી ક્રિયાઓનું “શુદ્ધ ચેતન” જ્ઞાતા-દ્રષ્ટા માત્ર છે. સમીપમાં રહેવાથી ભ્રાંતિ ઉત્પન્ન થાય છે. બન્ને વસ્તુઓ સ્વભાવે કરીને જુદી જ છે. આત્માની કોઈ ક્રિયા છે જ નહીં, તો પછી આ બધી સંગી ક્રિયાઓ કોની છે ? પુદ્ગલની.
સંગી ક્લિાઓતો કરનાર નહીં, પણ જાણતાર આત્મા
પ્રશ્નકર્તા ઃ મન-વચન-કાયાની સંગી ક્રિયા એટલે શું ? સંગી ક્રિયાઓ કોને કીધી ?
દાદાશ્રી : કોઈને અડવું એ સંગી ક્રિયા. આપણો દેહ બીજાને અડ્યો, એમાં હું જુદો છું કહે છે. એ સંગી ક્રિયાઓ કહે છે.
પ્રશ્નકર્તા: એ દેહની સંગી ક્રિયા, તો વાણી અને મનની સંગી ક્રિયા કઈ કહેવાય ?
દાદાશ્રી : આ મન છે તે તને યાદ કરે, એને સંગી ક્રિયા કહેવાય.