________________
૪૬
આપ્તવાણી-૧૪ (ભાગ-૪)
છે.
આત્મશક્તિ અનંત પણ આવરાયેલી આત્માની શક્તિઓ સ્વાધીન છે પણ આવરાયેલી છે એટલે કામ નથી લાગતી. ઘરમાં દાટેલો હીરો હોય તો તેની કોને ખબર પડે? પણ હીરાની શક્તિ હીરામાં ભરી પડી છે.
એટલે આટલી બધી આત્માની અનંત શક્તિઓ આ આવરાયેલી પડી છે. આખું બ્રહ્માંડ ધ્રુજાવે, ડગાવે એટલી શક્તિઓ છે.
જેટલા જીવો છે દુનિયામાં, એ બધા જીવોની ભેગી કરેલી શક્તિ એક આત્મામાં છે બધી. આત્માની શક્તિ છે એ બીજી કોઈ વસ્તુમાં આવતી નથી, એટલી બધી શક્તિઓ છે.
પરમાત્મશક્તિ અનંત પણ સંસારે અશક્ત આત્માની શક્તિ મહીં છે જ. આત્માની શક્તિ એ તો પરમાત્મપણાની શક્તિ છે. બાકી એ પરમાત્મામાં એક શેક્યો પાપડ ભાંગવાની શક્તિ નથી અને આમ અનંત શક્તિના એ માલિક છે.
પ્રશ્નકર્તા : હિં, પાપડ ભાંગવાની શક્તિ નથી પણ તમે એક બાજુ એમ કહો છો કે આત્મામાં અનંત શક્તિ છે, એટલે બે શક્તિઓ થઈ ?
દાદાશ્રી : હા, શક્તિ બે પ્રકારની. એક શક્તિ તે જ્ઞાન-દર્શન, તેમાં લાગણીઓ હોય છે અને બીજી કાર્યશક્તિ, તે તેમાં લાગણીઓ ના હોય.
અનંત શક્તિ છે તે આ શક્તિ, પોતાની શક્તિ તો પાર વગરની છે પણ આવી શક્તિઓ નથી. ત્યાં આ કહે છે, હું પહોંચ્યો એ મારી શક્તિ છે આ તો. અલ્યા, આ તારી શક્તિ છે જ નહીં. આ તો રિઝલ્ટ છે.
મૂળ સ્વરૂપે જડ તત્ત્વ પણ અનંત શક્તિશાળી
પ્રશ્નકર્તા: તો પછી આ જડને પોતાની કોઈ સ્વતંત્ર શક્તિ ખરી કે બધી આત્માને લીધે જ ?