________________
સાચા શ્રુતકેવળી એ પુરુષાર્થનું ફળ છે અને કેવળી થાય છે, એ તીર્થકર ભગવાનની કૃપાનું ફળ છે.
અશોચ્યા (અશ્રુત) કેવળી એટલે કોઈ જ્ઞાની કે કેવળજ્ઞાની પાસે કશું સાંભળ્યા વગર જ જ્ઞાન ઉત્પન્ન થયું હોય તે.
સ્વયંબુદ્ધ એટલે આ ભવમાં કોઈના ઉપદેશ વગર સર્વજ્ઞ થયા હોય છે. બાકી આગલા અવતારમાં કોઈ ગુરુથી જ્ઞાન પ્રાપ્ત કરેલું હોય
જ્ઞાન સ્વયંબુદ્ધને થાય, ત્યાગી વેષે, સંસારી વેષે, સ્ત્રીને, પુરુષને, નપુંસકને, બધે થાય. કોઈ એમ પકડી ના બેસે કે આ વર્ષે જ જ્ઞાન થાય, એવો અનાગ્રહનો માર્ગ છે.
સના તાગને જાણે અને અસત્તા તાગને જાણે તે તત્ત્વદર્શી. તત્ત્વદૃષ્ટિને સુદર્શન ચક્ર કહેવાય, જે કૃષ્ણ ભગવાનનું વખણાયું.
ક્રોધ-માન-માયા-લોભ, રાગ-દ્વેષ, પરિપુને જે આત્માને પામવા ના દે, એને તત્ત્વજ્ઞાનીઓએ દુશ્મન કહ્યા. આ છે શત્રુઓ જેણે હણી નાખ્યા એ અરિહંત ભગવાન કહેવાય.
આ જગતમાં પાંચ ઈન્દ્રિયોથી જે દેખાય છે એ તત્ત્વો નથી, તત્ત્વની અવસ્થાઓ છે, જે વિનાશી હોય. તત્ત્વ એટલે અવિનાશી વસ્તુઓ જે જાણે, પ્રતીતિમાં અનુભવે એને તત્ત્વજ્ઞાની કહેવાય. આત્મા એકલો જ જાણ્યો, તે તત્ત્વજ્ઞાની કહેવાય અને દરેક જુદા જુદા તત્ત્વો જાણે તે સર્વજ્ઞ કહેવાય.
સર્વજ્ઞ એટલે આ જગતમાં કોઈ ચીજ જાણવાની બાકી નથી. એ તીર્થકરો કે કેવળજ્ઞાની જ હોય.
જિન એટલે આત્મજ્ઞાની. જિનેશ્વર એટલે આત્મજ્ઞાનીઓના ઉપરી, એ જ સર્વજ્ઞ. કેવળજ્ઞાનના આધારે એવા પદમાં આવ્યા છે.
સર્વજ્ઞ અનંત અવતારના સ્મૃતિજ્ઞાનના આધારે બોલે એવી કંઈ જરૂર નથી. એમને તો બધું પ્રત્યક્ષ જ દેખાય, એટલું જ બોલે.
70